નવી દિલ્હી

આસામ, અરૂણાચલ અને મેઘાયલમાં પુરની સ્થતી પુરના કારણે લાખોને અસર

સતત ભારે વરસાદના કારણે હાલત કફોડી ઃ ત્રણના મોત

Advertisement

નવી દિલ્હી,તા. ૨૭
આસામ, અરૂણાચલ પ્રદેશ અને મેઘાલયમાં પુરની Âસ્થતી ઉભી થઇ ગઇ છે. ભારે વરસાદ અને પુરના કારણે હાલત ખરાબ થયેલી છે. પુર અને ભેખડો ધસી પડવાના કારણે ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. આ ઉપરાંત સતત થઇ રહેલા વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. વરસાદના કારણે પુરથી ૩૫૦થી વધારે ગામોમાં લાખો લોકોને અસર થઇ છે. ૨.૫૦ લાખ લોકોને અસર થઇ છે. પુરના કારણે આસામના સાત જિલ્લામાં આશરે બે લાખ લોકો પ્રભાવિત થયા છે. આસામની જિયા ભરાલી તેમજ બ્રહ્યપુત્ર નદીઓમાં પાણીની સપાટી ભયનજક સ્તરથી ઉપર પહોંચી ગઇ છે. જળશÂક્ત મંત્રાલયના કેન્દ્રિય જળ આયોગે કહ્યુ છે કે બ્રહ્યપુત્ર નદી માટે પુર એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વોતરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વોતરના ત્રણ રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપતા કહેવામાં આવ્યુ છે કે આગામી કેટલાક દિવસોમાં હાલમાં હજુ સારી રહે તેવી શક્યતા ઓછી છે. ત્રણેય પ્રદેશમાં હાલત ખરાબ રહે તેવી શક્યતા છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં ભીષણ ગરમી વચ્ચે આસામ, અરૂણાચલપ્રદેશ અને મેઘાલયમાં હાલમાં Âસ્થતીમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી છે. લોકો લાખોની સંખ્યામાં છે જે અસર પામ્યા છે. ત્રણેય રાજ્યોમાં પુરની Âસ્થતી પર કેન્દ્ર સરકારની પણ ચાંપતી નજર છે. બચાવ ટીમ પણ લાગેલી છે. ભારે વરસાદના કારણે હાલત ખરાબ છે. એકબાજુ આ ત્રણેય રાજ્યોમાં પુરની Âસ્થતી છે તો બીજી બાજુ સમગ્ર ભારતમાં ભીષઁણ ગરમી પડી રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button