નવી દિલ્હી

લોકડાઉન ૫.૦ ને લઇને આવ્યા મોટા સમાચાર: મળી શકે છે છૂટ!

દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો તેના અંતિમ ચરણમાં છે, ત્યારે હવે નવા પાંચમાં લોકડાઉનની તૈયારીઓ ચાલી રહી છે. કોરોનાના વધતા સંકટ વચ્ચે સંપૂર્ણ છૂટ્ટી આપવી મુશ્કેલ હોય હાલમાં સરકારી સૂત્રો મુજબ પાંચમાં લોકડાઉનની તૈયારીઓ ચાલી રહી છે. જે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટુંક સમયમાં લોકડાઉન 5 વિશે માહિતી આપી શકે છે. પાંચમા તબક્કાના લોકડાઉનમાં મુક્તિનો અવકાશ કોરોનાથી પ્રભાવિત 11 શહેરો સિવાય દેશના બાકીના ભાગોમાં વિસ્તૃત થઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકડાઉનના પાંચમા તબક્કામાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, પુણે, થાણે, ઇન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકાતા સહિત 11 શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. દેશમાં થયેલા કોરોના કેસોમાં આ શહેરોનો 70 ટકાથી વધુ હિસ્સો છે. જ્યારે દેશા આ 5 શહેરો અમદાવાદ, દિલ્હી, પુણે, કોલકાતા, મુંબઇમાં કુલ કેસના 60 ટકા પુષ્ટિ થઈ છે.

ધાર્મિક સ્થાનોને શરતોને આધિન મળી શકે મંજૂરી

લોકડાઉનના પાંચમા તબક્કામાં કેન્દ્ર દ્વારા ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે, પરંતુ નિયમો અને શરતોનું ચૂસ્તપણે અમલ કરાવવાનો રહેશે. ધાર્મિક સ્થળે કોઈપણ મેળા કે ઉત્સવની મંજૂરી મળશે નહીં. ઉપરાંત ધાર્મિક સ્થાનોમાં વધારે લોકો ભેગા ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. માસ્ક પહેરવાનું અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું ફરજિયાતપણે પાલન કરાવવાનું રહેશે.

Advertisement

મોલ, મલ્ટિપ્લેક્સને નહીં મળે મંજૂરી

લોકડાઉન 5.0 દરમિયાન કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય તમામ ઝોનમાં સલૂન્સ અને જીમને ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે. પરંતુ હાલની સ્થિતિ જોતાં કોઈ શાળા, કોલેજ-યુનિવર્સિટીને ખોલવાની મંજૂરી આપવામાં નહીં આવે. સાથે જ મોલ અને મલ્ટિપ્લેક્સ પણ બંધ રાખી શકાય છે. સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યું છે તે મુજબ લોકડાઉન 5.0 લગ્ન અને અંતિમ સંસ્કારમાં વધારે લોકોને ભેગા થવાની મંજૂરી આપી શકે છે. સૂત્રો મુજબ લોકડાઉનનો પાંચમો તબક્કો બે અઠવાડિયા સુધી લાગુ થઈ શકે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button