આણંદ

ચોમાસાના આગમન પુર્વે ખેતરોમાં ખેડુતોએ ચોમાસુ પાકની તૈયારીઓ આરંભી

આણંદ, તા. ૩૦
આણંદ-ખેડા જીલ્લામાં ચોમાસુ સીઝનમાં ત્રણ લાખ હેકટરમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે. ચોમાસુ સીઝન ચરોતરની મુખ્ય સીઝન ગણાય છે. ચોમાસુ સીઝનના પ્રારંભે મે માસના અંતમાં ખેડુતો દ્વારા ચોમાસુ પાકની તૈયારીઓ ખેતરોમાં આરંભી દીધી છે. ખાસ કરીને ખેતરની વાડ તથા રસ્તા સાફ કરવાની કામગીરી પુરજાશમાં ચાલી રહી છે. વહેલી સવારે ગરમીથી બચવા માટે ખેડુતો અને મજુરો જરુરી હથીયારો સાથે ખેતરોમાં પહોંચી જાય છે અને દિવસના દસ વાગ્યા સુધી કામ કરીને ખેતરની વાડમાંથી ઝાડી ઝાંખરા દુર કરીને શેઢા સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. આણંદ-ખેડા જીલ્લામાં ચોમાસુ સીઝનમાં ડાંગર સહિત શાકભાજી અને વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવે છે. પંદર દિવસ અગાઉ ખેતરોને ખેડીને તૈયાર રાખવામાં આવે છે.ગરમીમાં ખેતરો તપીને વરાફ મારે છે અને જા ૧૫મી જુન સુધીમાં વરસાદ પડે તો ખેડુતોને તેનો ફાયદો થાય છે. આ ઉપરાંત ખેડુતો દ્વારા ખેતરોમાં છાણીયુ ખાતર તથા મરઘાનું ખાતર ભરવામાં આવે છે. જેની કામગીરી હાલ ગામેગામ ચાલી રહી છે. મોટાભાગના ગામોમાં છાણીયા ખાતરની ટોલીના ભાવ ઉંચકાયા છે. જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં છાણીયુ ખાતર નાંખવા માટે મજુરોની પણ માંગ વધી છે. જાકે હાલ ખેડુતોને સૌથી મોટી મુશ્કેલી કોરોનાના પગલે મજુરો પરત જતા રહ્યા હોવાથી મોટાભાગનું કામ જાતે કરવાનો વખત આવ્યો છે. જેને લઈને ખેડુતોમાં પણ ચિંતાનો વિષય બને છે. જા હાલમાં ડાંગર અને બાજરીના પાકની કાપણી માટે મજુરો મળતા નથી. જેના કારણે ખેડુતોમાં ચિંતા વધી ગઈ છે. છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાન ઘટી ગયું છે. અને છુટાછવાયા વાદળો પણ જાવા મળે છે. ત્યારે જ વરસાદ થાય તો બાજરીના પાકને નુકસાન થાય તેમ છે. ખેતર વહેલુ નવરું ન થાય તો ચોમાસુ સીઝનની તૈયારી કેવી રીતે કરવી તે પ્રશ્ન પણ ખેડુતોને મુંઝવી રહ્યો છે. જાકે હાલના સંજાગોમાં ચોમાસા પહેલા માવઠા થવાની સંભાવના છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button