આણંદ

આણંદની સામરખા ચોકડી પાસે સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવતા ટી સ્ટોલના સંચાલકની ધરપકડ

આણંદ, તા. ૩૦
આણંદ શહેરમાં સામરખા ચોકડી પાસે આવેલી હાજી ટી સ્ટોલ નામની ચ્હાની દુકાન સામે ગ્રાહકો એકત્ર કરી સોશ્યલ ડીસન્ટન્સ નહી જાળવતા આણંદ ટાઉન પોલીસ દ્વારા ટી સ્ટોલના સંચાલકની ધરપકડ કરી તેની વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉન દરમિયાન દુકાન પાસે પાંચ થી વધુ ગ્રાહકો એકત્ર નહી કરવા તેમજ સોશ્યલ ડીસ્ટન્સ રાખી ધંધો વેપાર કરવા માટે જાહેરનામુ અમલમાં હોવા છતાં આણંદ સામરખા ચોકડી પાસે હાજી ટી સ્ટોલના સંચાલક ઈરફાનભાઈ ઈલ્યાસભાઈ વ્હોરા રહે.નુતનનગર સોસાયટી આણંદનાએ પોતાની ચ્હાની દુકાનની બહાર સાત થી આઠ જેટલા ગ્રાહકો એકત્ર કરી સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતા આણંદ ટાઉન પોલીસે ટી સ્ટોલના માલિક ઈરફાનભાઈ ઈલ્યાસભાઈ વ્હોરાની ધરપકડ કરી તેઓની વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે વાંછીએલ ગામે લોકડાઉનના છુટછાટના સમય દરમિયાન સાંજના ચાર વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખી વેપાર થઈ શકે નહી તેવું જાહેરનામુ અમલમાં હોવા છતાં જ્યંતિભાઈ ચીમનભાઈ સોલંકીનાઓએ સાંજના ૭-૩૦ વાગ્યા સુધી પોતાની પાન બીડીની દુકાન ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરતા આ બનાવ અંગે ભાદરણ પોલીસે પોકો અશ્વિનભાઈની ફરિયાદના આધારે જ્યંતિભાઈ ચીમનભાઈ સોલંકી વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button