નવી દિલ્હી

મુંબઇથી પ્રથમ ટ્રેન ઉત્તરપ્રદેશ માટે રવાના કરાઇ

મુંબઇ,તા. ૧
દેશભરમાં અનલોક-૧ની શરૂઆત થયા બાદ આજથી સામાન્ય યાત્રીઓને વધારે રાહત મળે તે દિશામાં નવી પહેલ તઇ હતી. આજથી ૨૦૦ પેસેન્જર ટ્રેનો શરૂ થઇ ગઇ છે. જે પૈકીની પ્રથમ મહાનગરી એક્સપ્રેસ ટ્રેન આજે સવારે ઉત્તરપ્રદેશના વારાણસી માટે મુબઇના છત્રપતિ મહારાજ ટર્મિનસથી રવાના કરવામાં આવી હતી. રેલવે સ્ટેશન પર તમામ યાત્રીઓની ઉડી ચકાસણી કરવામાં આવી હતી. સાથે સાથે તમામ નિયમો પણ પાળવમાં આવ્યા હતા. દેશમાં ૨૫મી માર્ચથી જારી કરવામાં આવેલા લોકડાઉનના તમામ તબક્કા દરમિયાન પાર્સલ સેવા અને માલગાડીનુ સંચાલન કરાયુ હતુ. બીજી બાજુ રેલવે દ્વારા પહેલી મેના દિવસથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી દેવાઇ હતી. જેના મારફતે ૫૦ લાખથી વધારે લોકોને તેમના વતન પહોંચાડી દેવામાં આવ્યા છે. સામાન્ય લોકો માટે રાજધાની ટ્રેનો શરૂ કરાઇ હતી. હાલમાં પાર્સલ સેવા અને માલગાડીઓ પણ ચાલુ રહેનાર છે. આજે ૨૦૦ ટ્રેન શરૂ કરવામાં આવ્યા બાદ તમામ નિયમોને પાળવા માટે યાત્રીઓ બંધાયેલા છે. પહેલા શ્રમિક ટ્રેન અને ત્યારબાદ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી ચુકી છે. રેલવે દ્વારા પહેલા નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ડિબરુગઢ, અગરતલ્લા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલોર, ચેન્નાઇ, થિરુવનંતપુરમ, મડગાવ, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તવી સુધી ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. તમામ યાત્રીઓને એક કલાક પહેલા સ્ટેશન પહોંચી જવાની બાબત ફરજિયાત રાખવામાં આવી રહી છે. જે યાત્રીઓમાં કોઇ પણ પ્રકારના લક્ષણ દેખાઇ રહ્યા છે તે યાત્રીને મુસાફરી કરવાની મંજુરી આપવામાં આવી રહી નથી.સાથે સાથે તમામ યાત્રીઓ માટે તેમના ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે. જે યાત્રીઓ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરશે નહીં તેમન યાત્રા કરવાની તક આપવામાં આવનાર નથી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button