નવી દિલ્હી

લોકડાઉન ગેરબંધારણીયગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

અમદાવાદ, તા. ૩
સમગ્ર ભારત સહિત વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ભારત સરકારે લોકડાઉનનો નિર્ણય લઈ લોકોમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો. કેન્દ્ર સરકારે લીધેલાં લોકડાઉનના નિર્ણયને ગેરબંધારણીય ગણાવતાં એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ૈઁંન્ દાખલ કરી છે. દેશમાં લોકડાઉનનો નિર્ણય અયોગ્ય હોવાના દાવા સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજદારે લોકડાઉનને ગેરબંધારણીય જાહેર કરવા માંગ કરી છે. તેને લઈને સમગ્ર મામલે કેન્દ્ર સરકારને આ મામલે રિપોર્ટ ફાઈલ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે કરેલી લોકડાઉન અંગેની અરજી પર સુનાવણી થઈ હતી. હાઈકોર્ટના જસ્ટિસ આર. એમ. છાયા અને જસ્ટિસ ઈલેશ વોરાની સંયુક્ત બેન્ચ સુનાવણી કરી હતી. અરજદારની અરજીને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારને લોકડાઉન લાગુ કરવા અંગે નોટિસ ફટકારી રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્ર સરકારે લોકડાઉન અંગે ગુજરાત હાઈકોર્ટને જવાબ રજુ કરવો પડશે.
અરજદારે કરેલી અરજીમાં એવો ઉલ્લેખ છે કે, લોકડાઉનની પ્રક્રિયાએ ગેરબંધારણીય છે. અરજદારે કોર્ટમાં જણાવ્યું કે, દેશમાં કોઈપણ કટોકટીના સમયમાં બંધારણીય અનુચ્છેદ ૨૧નો ભંગ ન કરી શકાય એવું અગાઉ સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે. પરંતું તાત્કાલિક લાગુ કરેલાં લોકડાઉનમાં એનો ભંગ થાય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર નેશનલ ટાસ્ક ફોર્સની ભલામણ વિના લોકડાઉનનું અમલીકરણ ન કરી શકે. અરજદારે જાહેર હિતને ધ્યાને લઈ પ્રશ્ન ઉઠાવ્યો કે લોકડાઉનના નામે દેશના કરોડો નાગરિકોને કોઈપણ ગુના વિના ઘરમાં નજરકેદ કરાયા. આ ઉપરાંત અરજદારે વડાપ્રધાન મોદીને ટાંકીને કોર્ટને જણાવ્યું કે, લોકડાઉન આમ એકાએક લંબાવી ના શકાય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપીડેમિકડિસીઝ એક્ટ ઉલ્લેખ વગર લંબાવી ના શકાય. જેમાં બંધારણના અનુચ્છેદ ૧૩,૧૪,૧૯,૨૧ નો ભંગ કરાયો છે. તેથી અરજદારે લોકડાઉનને ગેરબંધારણીય જાહેર કરવા માંગ કરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button