આણંદ

આણંદ પંથકમાં આજે પણ વરસાદના હળવા ઝાપટાની સંભાવના

આણંદ, તા. ૬
આણંદ-ખેડા જીલ્લામાં નિસર્ગ વાવાઝોડાની આફટર ઈફેક્ટના ભાગરુપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. શુક્રવાર બપોર બાદ આણંદ જીલ્લાના સોજીત્રા, તારાપુર, ઉમરેઠ, આણંદ સહિતના વિસ્તારોમાં વાતાવરણ પલટાયું હતું. સોજીત્રામાં ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. જેના પગલે વીજપોલ અને વૃક્ષો ધરાશાઈ થવાના બનવા પામ્યા હતા.જેથી વીજળી ડુલ થઈ ગઈ હતી.
આણંદ શહેરમાં પણ રાત્રીના સાડા આઠ વાગ્યા બાદ ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ધુળની ડમરીઓ રોડ ઉપર છવાઈ ગઈ હતી. અને ઠેર ઠેર હોર્ડીંગ્સ અને વૃક્ષની ડાળીઓ ધરાશાઈ થઈ ગઈ હતી. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. ઉમરેઠ પંથકમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે ઉમરેઠ શહેરના રસ્તા પર પાણીના વહેણ વહેતા થયા હતા. પવનને કારણે વીજળી ડુલ થઈ જતા નગરજનો મોડી રાત સુધી હેરાન થઈ ગયા હતા.
આણંદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ કેટલાક વિસ્તારમાં સામાન્ય પવન સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટુ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના પગલે આણંદના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૨૪.૫ ડીગ્રી નોંધાયું છે. ભેજના ટકા ૮૧ નોંધાયા છે. જ્યારે પવનની ઝડપ ૭.૨ નોંધાઈ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button