Anandગુજરાત

બોરસદ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા.

આણંદઃ કોરોનાની મહામારી વચ્ચે પણ ભ્રષ્ટ બાબુઓ સામાન્ય નાગરિકોની જરા પણ દયા રાખતા નથી, થોડા દિવસ પહેલા જ એસીબીએ નડિયાદમાં ટ્રેપ કરીને બે પોલીસ કર્મીઓ અને એક ખાનગી વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો, હવે નડિયાદની બાજુમાં આણંદ જિલ્લામાં પણ એસીબીએ એક ઓપરેશન પાર પાડ્યું છે. બોરસદના નાયબ મામલતદાર (સર્કલ ઓફિસર) મયુર રામુભાઇ મકવાણા રૂપિયા 20,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા છે.

ફરિયાદીએ વેચાણ દસ્તાવેજ અંગેના હક્કપત્રકમાં નોંધ દાખલ કરવાની હતી, જે માટે તેમને અરજી આપી હતી, પરંતુ તેમનું કામ કરવા માટે મયુર મકવાણાએ 25 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, અધિકારીએ ફરિયાદીને ધમકી આપી હતી કે તમારી અરજી નામંજૂર થાય તેવી સ્થિતી છે, જેથી તમારે રૂપિયા આપવા પડશે.ફરિયાદીએ અંતે 20 હજાર રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી. બાદમાં તેમને આણંદ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં નાયબ મામલતદાર રામુભાઇ મકવાણા 20 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાઇ ગયા છે. તેમની સામે ગુનો દાખલ કરીને એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button