આણંદ
વ્યાયામ શાળા રોડ પર ગ્રીનજોનમાં ગાર્ડનનું ખાતમુહુર્ત

આણંદ, તા. ૮
આણંદ શહેરના વોર્ડ ન.૧૦માં આજરોજ આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ (બકાભાઈ), આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ ચાવડા, વોર્ડન૧૦ના કાઉન્સિલર સુરેશભાઈ પટેલ, શ્વેતલભાઈ પટેલ (મેયર), શ્રીમતી મનીષાબેન શ્રીમતી વિરાલી પટેલના વરદ હસ્તે.
સહયોગ સોસાયટી, સ્ટેટસ ફ્લેટ ૧,૨ ની પાછળ, વ્યાયામ શાળા રોડ ઉપર ગ્રીનજોનમાં ગાર્ડનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ વિજયભાઈ પટેલ (માસ્તર), પ્રગ્નેશભાઈ પટેલ, શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ, રાજુભાઇ, સ્વપ્નિલ, હરેકૃષ્ણ, વિશાલ પરમાર (મંત્રી) અન્ય હોદ્દેદારો રહેવાસીઓ આ શુભ પ્રસંગે હાજર રહ્યા હતા અને ખુબજ હર્ષની લાગણી અનુભવી અને શુભેચ્છાઓ પાઠવી અને અભિનંદન પાઠવ્યા હતા.
Advertisement
Advertisement