આણંદઉમરેઠગુજરાતનડીયાદ

ગુજરાતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસ્યો વરસાદ :હવામાન વિભાગે કરી મોટી આગાહી ..

ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે વહેલી સવારેથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ થતા પાણી ભરાયા છે. તો કેટલાંક વિસ્તારોમાં ઝાડ પડી ગયા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં સરેરાશ દોઢથી બે ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા સહિત ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે.

માહિતી મુજબ ગુજરાતમાં 4થી 6 કલાક ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, આંણદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button