નવી દિલ્હી

પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગના ૨ અધિકારી લાપતા

નવી દીલ્હી,તા.૧૫
પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગના ૨ અધિકારીઓ સવારથી લાપતા હોવાની ખબર સામે આવી છે. આ બંને અધિકારીઓ સવારે ઓફિસ જવા રવાના થયા હતા પરંતુ ત્યારબાદથી તેઓ લાપતા છે.
આ વાતની જાણ પાકિસ્તાની અધિકારીઓને ભારત તરફથી આપવામાં આવી છે.હાલ આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ભારતમાંથી પાકિસ્તાનના ૨ અધિકારીઓ જાસૂસી કરતાં ઝડપાયા હતા. આ મામલે તેમને તુરંત જ ભારતમાંથી ડીપોર્ટ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે સવારથી ૨ ભારતીય અધિકારીઓ લાપતા હોવાનું સામે આવતા અનેક તર્ક વિતર્ક શરુ થયા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button