આણંદ

આણંદના ભાલેજ રોડ ઉપર રહીમાનગર માર્ગ પર ગંદકીના ઢગ ખડકાયા

આણંદ, તા. ૧૯
આણંદ શહેરમાં ભાલેજ રોડ ઉપર નવા કબ્રસ્તાનથી રહીમાનગર જવાના માર્ગ પર તળાવની સાઈડ સાફ સફાઈના અભાવે કચરા અને ગંદકીના ઢગ સર્જાયા છે. તેમજ સ્થાનિક લોકો દ્વારા ગટરનું સીધેસીધું પાણી તળાવમાં છોડવામાં આવે છે. જેના કારણે તળાવનું પાણી દુષિત થતા દુર્ગંધ ફેલાય છે. જા તળાવની આસપાસ ફેલાયેલી ગંદકી દુર કરવામાં ન આવે તો તેના કારણે આ વિસ્તારમાં રોગચાળો પ્રસરવાની પણ ભીતિ રહેલી છે. પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં કચરો અને ગંદકી નિયમિત સાફ કરવામાં નહી આવતા સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં ભાલેજ રોડ ઉપર આવેલા નવા કબ્રસ્તાનથી રહીમાનગર જવાના માર્ગ પર સ્થાનિક લોકો દ્વારા કચરો નાંખવામાં આવતા અને તેની નિયમિત સાફ સફાઈ નહી થતા જાહેર માર્ગ પર કચરા અને ગંદકીના ઢગ ખડકાયેલા છે. તેમજ આસપાસના કેટલીક સોસાયટીઓના રહીશો દ્વારા ગટરનું દુષિત પાણી તળાવમાં નિકાલ કરાતો હોવાથી તળાવમાં દુષિત પાણીના કારણે અત્યંત દુર્ગંધ ફેલાય છે.
રહીમાનગરથી નવા કબ્રસ્તાન થઈ અવર જવર કરવાનો આ મુખ્ય માર્ગ આવેલો છે. જેના પર થઈ દિવસ દરમિયાન અનેક લોકો પસાર થતા હોય છે અને ફેલાતી દુર્ગંધના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. આ ઉપરાંત આસપાસમાં આવેલી સોસાયટીમાં પણ આ દુર્ગંધ પ્રસરી રહી છે. નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી નિયમિત સાફ સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે તળાવની સાઈડ પર કચરા અને ગંદકીના ઢગ ખડકાયેલા છે. આ ઉપરાંત તાજેતરમાં તંત્ર દ્વારા નવા કબ્રસ્તાન પાસેથી પસાર થતા કાંસને સાફ કરવામાં આવ્યો ત્યારે મજુરોએ કાંસમાંથી કાઢેલો કાદવ કીચ્ચડ અને કચરો આ તળાવમાં નાંખવામાં આવ્યો હતો. જેને લઈને તળાવ વધુ દુર્ગંધમય બન્યું છે. તળાવની આસપાસ થયેલી ગંદકી અને કચરાના કારણે આ વિસ્તારમાં રોગચાળો પ્રસરવાની ભીતિ રહેલી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે પગલાં ભરી આ ગંદકી અને કાદવ કીચ્ચડવાળો કચરો દુર કરવામાં આવે તેવી લાગણી પ્રસરી રહી છે.
હાલમાં કોરોનાની મહામારી પ્રસરી રહી છે ત્યારે એકતરફ પાલિકા દ્વારા સ્વચ્છતા માટેના બણગા ફુંકવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ પાલિકા દ્વારા સાફ સફાઈ કરવા પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જેને લઈને સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button