ભારતે તૈયાર કરી પહેલી કોરોના વેકસીન મળી ગઇ માનવ પરીક્ષણની મંજૂરી

નવી દીલ્હી,તા.૩૦
ભારત સરકારે પહેલી સ્વદેશી કોવિડ–૧૯ વેકસીનને માનવ પરીક્ષણની મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેકની તરફથી કોવેકસીન નામની રસીને ડેવલપ કરાઇ છે. ભારત બાયોટેક એ આઈસીએમઆર અને એનઆઈવીની સાથે મળીને તેને વિકસિત કરી છે. કંપનીની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે ભારતીય ઔષધી મહાનિયંત્રકની તરફથી માનવ પરીક્ષણની મંજૂરી મળી છે.
દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ કોરોનાવાયરસને નાથવા એક રસી વિકસિત કરવાના પ્રયાસમાં લાગી ગયું છે. વેકસીન અને જેનેરિક દવાઓના અગ્રણી નિર્માતા ભારતને આ દોડમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવાની આશા છે. જેમાં કેટલાંય સંસ્થાન વિભિન્ન દવાઓની સાથે કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ સરકારની તરફથી કહેવામાં આવ્યું હતું કે ૩૦ ગ્રૂપ વેકસીન બનાવાના કામમાં લાગેલા છે.
દુનિયાભરમાં કેટલીય કંપની આ કામમાં લાગેલી છે. ગયા સાહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ કહ્યું હતું કે બ્રિટનની એસ્ટ્રાજેનેકા આ વેકસીનને બનાવાની ખૂબ નજીક છે. ઓકસફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્રારા આ વેકસીન પર કામ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જઇ રહ્યો છે જો કે સરકારે અનલોકના બીજા તબક્કા એટલે કે અનલોક૨ માટે દિશાનિર્દેશ રજૂ કરી દીધા છે. નવા દિશાનિર્દેશોમાં કંટમેંટ ઝોનની બહાર વધુ ગતિવિધિઓને ખોલવાની મંજૂરી આપી દીધી છે. નવા દિશાનિર્દેશ ૧ જુલાઇ ૨૦૨૦થી પ્રભાવિત થશે. અર્થતંત્રને તબક્કાવાર રીતે ખોલવાની પ્રક્રિયાને આગળ વધારવામાં આવી છે. સરકાર દ્રારા રજૂ કરાયેલા નવા દિશાનિર્દેશોમાં રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ્રા ફીડબેક અને સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની સાથે વ્યાપક વિચાર–વિમર્શ પર આધારિત છે.