નવી દિલ્હી

જીએસટીના દર અને સ્લેબમાં ફેરફાર થવાની શકયતા

નવી દીલ્હી,તા.૨
ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)કાઉન્સિલ અગામી બેઠકમાં રેટમાં ફેરફાર અંગે વિચારી શકે છે. આ ઉપરાંત આ બેઠકમાં જીએસટીના સ્લેબ્સની સંખ્યામાં ઘટાડો કરવા, આઇટી સિસ્ટમ્સમાં સુધારો કરવા પણ વિચારણા થઇ શકે છે, એમ નાણાસચિવ અજય ભૂષણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાયોને આપવામાં આવનારા વળતરના મુદ્દા અંગે સક્રિય રીતે ચર્ચા થઇ રહી છે. આવક સુધારવા અનેરાયોની ખર્ચશકિત વધારવા માટે કેટલાંક સૂચનો કરવામાં આવ્યા છે. તેમાં કાઉન્સિલ બજારમાંથી ઋણ લઇને રાયોને ચુકવણી કરવા માટે પણ વિચારી શકે છે.
પાંડેએ જણાવ્યું હતું કે, રેટ રેશનલાઇઝેશન, વેપારમાં અવરોધ સર્જતું ઇન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચર દૂર કરવું અને તેની સાથે સ્લેબ્સની સંખ્યા ઓછી રાખવી વિચારણા હેઠળ છે. કાઉન્સિલ આ બધા અંગે અત્યતં વ્યવહારુ વિકલ્પ અપનાવશે. જીએસટીમાં સાત સ્લેબ્સ છે અને ઘણી બાદબાકી કરાયેલી ચીજવસ્તુઓ છે. નીતિગત ઘડવૈયાઓએ નિર્દેશ કર્યે છે કે બહુ બહુ તો ત્રિસ્તરીય કરમાળખું યોગ્ય છે.
લોકડાઉનના લીધે જીએસટીમાં આવેલી ઘટના લીધે કેન્દ્ર રાજ્‌યોને વળતર ચુકવવા સમર્થ નથી. તેમણે જણાવ્યું હતું કે જીએસટી વળતરના કાયદા મુજબ જીએસટીના લીધે આવકમાં ઘટ પડે તો જીએસટી કાઉન્સિલ નકકી કરશે કે આ માટે શું કરી શકાય, તેની આ બેઠકમાં ચર્ચા થઇ શકે છે. કાઉન્સિલની બેઠકમાં આ મહિનામાં ગમે તે સમયે યોજાઇ શકે છે અને રાજ્યોને આપવામાં આવનારુ વળતર છેલ્લી કેટલીય બેઠકોમાં ચર્ચાનો ચાવીરૂપ મુદ્દો રહ્યો છે.
પાંડેએ જણાવ્યું છે કે વળતરનો તફાવત અર્થતંત્રમાં આવેલી નરમાઇના લીધે ૧૪ ટકા થશે, પરંતુ તે જીએસટી સિસ્ટમના લીધે નહીં હોય. નાણાકી વર્ષ ૨૦૧૯–૨૦માં જીએસટી કલેકશન ૯ ટકા વિસ્તર્યું હતું, જે સાત ટકાની આર્થિક વૃદ્ધિકરતાં વધારે હતું. જીએસટી કલેકશન છેલ્લા ત્રણ વર્ષમાં જીડીપી કરતા વધુ ઝડપી દરે વિસ્તયુ છે.
તેમણે જણાવ્યું હતું કે ટેકસના દરમાં ઘટાડો કરવામાં આવ્યા છતાં. પણ જીએસટી કલેકશન વધ્યું છે. કેન્દ્રએ નાણાકીય વર્ષ ૨૦૧૯–૨૦માં એપ્રિલથી ફેબ્રુઆરીના સમયગાળામાં ૧.૫ લાખ કરોડથી વધુ રકમ ફાળવી છે. રાયોને હજી સુધી માર્ચનું વળતર મળ્યું નથી. જીએસટી કલેકશનની સરેરાશ નાણાકીય વર્ષ ૨૦૧૯–૨૦માં પ્રતિ માસ સરેરાશ એક લાખ કરોડ રૂપિયા થઇ હતી. જેમાં વર્તમાન નાણાકિય વર્ષમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૦–૨૧ના પ્રથમ કવાર્ટરમાં જીએસટી કલેકશન વાર્ષિક ધોરણે ૪૧ ટકા ઘટયું હતું. કોવિડ–૧૯ રોગચાળા અને તેના પગલે ૨૫ માર્ચથી શરૂ થયેલા લોકડાઉનના લીધે આ સ્થિતિ સર્જાઇ છે. માર્ચનું કલેકશન ૭૨ ટકા ઘટી રૂ.૩૨,૨૯૪ કરોડ થયું હતું. એપ્રિલમાં તે ગયા વર્ષના સમાન સમયગાળાથી ૩૮ ટકા ઘટીને રૂ.૬૨,૦૦૯ કરોડ થયું હતું. જૂનના કલેકશન ગયા વર્ષના સમાન સમયગાળાથી ૯ ટકા ઘટી રૂ.૯૦,૯૧૭ કરોડ થયું હતું

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button