આણંદ

દેદરડા ગામે રાત્રીના ૮ વાગ્યા બાદ અનાજ કરીયાણાની દુકાન ખુલ્લી રાખનાર વેપારીની ધરપકડ

આણંદ, તા. ૬
બોરસદ તાલુકાના દેદરડા ગામે અનલોક-૨ દરમિયાન રાત્રીના ૮ વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખી શકાય નહી તે અંગેનું જાહેરનામુ અમલમાં હોવા છતાં સ્વામીનારાયણ મંદિર પાસે અનાજ કરીયાણાની દુકાન ખુલ્લી રાખી વેપારીની બોરસદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દેદરડા ગામે અનલોક-૨ દરમિયાન રાત્રીના ૮ વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખી શકાય નહી તે અંગેનું કલેકટર અને રાજ્ય સરકારનું જાહેરનામુ અમલમાં હોવા છતાં દેદરડા ગામે સ્વામીનારાયણ મંદિર પાસે ચંદ્રકાન્તભાઈ પરષોત્તમભાઈ સોલંકી પોતાની અનાજ કરીયાણાની દુકાન ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરતા બોરસદ ગ્રામ્ય પોલીસે તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button