નવી દિલ્હી

ગાંધીનગરમાં બીઓબીના બ્રાન્ચ મેનેજર અને મેરિટાઇમ બોર્ડના સિનિયર ક્લાર્ક સહિત ૨૩ લોકો કોરોના સંક્રમિત

ગાંધીનગર, તા. ૦૮
શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે કોરોનાના ૨૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં મહાપાલિકા વિસ્તારમાં ૬ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૦ દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી લેતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ કલોલમાં કોરોનાને કારણે ૧ વ્યÂક્તએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં પોઝિટિવ આવેલા દર્દીમાં સેક્ટર ૨૫માં રહેતા ૪૫ વર્ષીય પુરૂષ સેક્ટર ૨૫માં આવેલી કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન કંપનીમાં ફરજ બજાવે છે. જે ૧૦ દિવસ પહેલાં મુંબઈના રાયગઢથી ગાંધીનગર આવ્યા હતા. આ ઉપરાંત સેક્ટર ૨૩માં ૬૧ વર્ષીય વૃદ્ધ, સેક્ટર ૩ડ્ઢમાં ૪૭ વર્ષીય પુરૂષ સામેલ છે. આ સાથે જ સેક્ટર- ૪ડ્ઢમાં રહેતાં અને સેક્ટર ૨૬માં આવેલી બેન્ક ઓફ બરોડાના બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં ૩૭ વર્ષીય મહિલા અને સેક્ટર-૮મ્માં રહેતા અને ઇન્ટરનેશનલ પÂબ્લક સ્કૂલ રાંધેજામાં ફરજ બજાવતા ૫૦ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સેક્ટર-૧૩માં રહેતા અને મેરીટાઇમ બોર્ડમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ૪૭ વર્ષીય પુરૂષ સંક્રમિત થયા છે.
ગાંધીનગર તાલુકામાં ૬, કલોલ તાલુકામાં ૭, માણસા તાલુકામાં ૧ અને દહેગામમાં ૩ મળી કુલ ૧૭ કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં મોટો ચિલોડા ગામમાં ૪૮ વર્ષીય મહિલાને, મહુન્દ્રા ગામમાં ૨૯ વર્ષીય યુવાન, સુધડ ગામમાં ૪૩ વર્ષીય મહિલા, સરગાસણ ગામમાં ૪૫ વર્ષીય પુરૂષ, શિહોંલી મોટીમાં ૫૫ વર્ષીય આધેડ અને પેથાપુર ગામમાં ૨૦ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે.કલોલ તાલુકામાં બોરીસણા ગામમાં ૪૫ વર્ષીય પુરૂષ, જેથલજ ગામમાં ૪૩ વર્ષીય પુરૂષ, બાલવા ગામમાં ૭૨ વર્ષીય વૃદ્ધ અને કલોલ શહેરમાં ૭૦ તથા ૭૨ વર્ષીય વૃદ્ધ †ી, ૪૬ વર્ષીય પુરૂષ અને ૩૦ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત માણસા શહેરમાં ૬૪ વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ દહેગામમા દિવ્ય શÂક્ત સોસાયટીમાં રહેતાં ૫૭ વર્ષીય પુરૂષ, સહજાનંદ ફ્લેટમાં રહેતી ૪૫ વર્ષીય મહિલા અને અનુરાધા સોસાયટીમાં રહેતો ૪૫ વર્ષીય પુરૂષ સંક્રમિત થયો છે.જિલ્લામાં કોરોના પોઝિટીવ આંક ૫૫૨ થયો છે. જેમાં ૧૧૯ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે ૩૮૧ વ્યÂક્તઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંક ૩૯ વ્યÂક્તઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ૧૭,૬૨૭ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં ૧૭૧૫૭૯ વ્યÂક્તઓને હોંમ ક્વોરેન્ટાઈન અને ૧૪ વ્યÂક્તઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૩૪ વ્યÂક્તઓને ખાનગી ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button