આણંદ

ગૌરીવ્રતના સમાપન સાથે કુંવારીકાઓએ જાગરણ કરી જ્વારાનું વિસર્જન કર્યું

આણંદ, તા. ૮
આણંદ શહેર સહિત જીલ્લાભરમાં કુંવારીકાઓ દ્વારા ગૌરીવ્રત તેમજ પરીણિતાઓ દ્વારા જયા પાર્વતી વ્રતની સતત પાંચ દિવસ સુધી ઉપવાસ અને પુજાવ્રત કર્યા બાદ ગત રાત્રે કુંવારીકાઓ પરીણિતાઓ દ્વારા જાગરણ કરી આજે વહેલી સવારે કુંવારીકાઓ નદી અને તળાવોમાં જ્વારાનું વિસર્જન કરી ગૌરીવ્રતનું સમાપન કર્યું હતું. આણંદ શહેર સહિત જીલ્લાભરમાં ગત શુક્રવાર ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતનો એકસાથે પ્રારંભ થયો હતો અને કુંવારીકાઓએ સતત પાંચ દિવસ સુધી અલુણા ઉપવાસ કરી મનગમતો સારો વર મળે તે માટે ગોરમાતાની પુજા અર્ચના કરી હતી. જ્યારે પરીણિતાઓ દ્વારા પતિના દીર્ધાસ્યુ માટે સતત પાંચ દિવસ સુધી જયા પાર્વતી વ્રત કરી ઉજવણી કરી હતી અને ગત રાત્રે વ્રતનું જાગરણ કર્યું હતું. જાકે આ વખતે કોરોના મહામારીને લઈને રાત્રી કરફ્યુ હોય કુંવારીકાઓ અને મહિલાઓ દ્વારા પોતાના ઘરમાં જ જાગરણ કરી ઉજવણી કરી હતી અને રાત્રે ઉપવાસના પારણાં કર્યા હતા. ત્યારબાદ આજે વહેલી સવારે કુંવારીકાઓ દ્વારા તળાવ અને નદી પર જઈ જ્વારાની પુજા અર્ચના કર્યા બાદ જ્વારાનું વિસર્જન કર્યું હતું. આણંદ શહેરના ગોયા તળાવ પાસે નગરપાલિકા દ્વારા જ્વારાના વિસર્જન માટે ટ્રેકટર મુકવામાં આવ્યું હતું અને તેમાં જ્વારાઓ અને પુજાની સામગ્રી એકત્ર કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button