આણંદ

અંધારીયા ચોકડી નજીક ૧૩ વર્ષની કિશોરી પર ગેંગરેપ

આણંદ, તા. ૮
આણંદ-ખાંધલી માર્ગ પર અંધારીયા ચોકડી નજીક રાત્રીના સુમારે પ્રેમી સાથે ફરવા ગયેલી ૧૩ વર્ષની કિશોરી પર પ્રેમીએ બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યા બાદ અન્ય એક અજાણ્યા શખ્સે તમારો વિડિયો ઉતારી લીધો છે તેમ કહી કિશોરીને નજીકના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેમજ તેની સાથેના એક શખ્સે ૧૦ હજાર રુપિયાની માંગણી કરી ધમકીઓ આપ્યાની ફરિયાદ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ તાલુકાના ચીખોદરા ગામે રહેતી વિધવા મહિલા આણંદ શહેરમાં જુદા જુદા મકાનોમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણી પોતાની દિકરી ઉ.વ. ૧૩ લઈને આણંદ ઘરકામ કરવા આવી હતી. અને રાત્રે ૯ વાગ્યાના સુમારે તેણીએ પોતાની દિકરીને ઘરે પરત જવા જણાવતા દિકરી ઘરે પરત જવા નીકળી હતી. ત્યારે રસ્તામાં ચીખોદરા ગામનો જ તેણીનો પ્રેમી રાજુભાઈ ભલાભાઈ પરમાર મોટરસાયકલ લઈને મળ્યો હતો અને તેણીએ કિશોરીને ચાલ હું તને ફરવા લઈ જઉં તેમ જણાવી આણંદ-ખાંધલી માર્ગ પર અંધારીયા ચોકડી નજીક લઈ ગયો હતો. અને જ્યાં રાજુ પરમારે કિશોરી પર તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો. અને તેણીને તમારો વિડિયો ઉતારી લીધો છે તેમ કહી કિશોરીને નજીકના નીલગીરીના ખેતરમાં લઈ ગયો હતો. અને ત્યારે અજાણ્યા યુવકને ફોન કરીને કોઈ યુવકને ખાંધલી કેનાલ પર આવી જવા જણાવ્યું હતું. ત્યારબાદ અજાણ્યા યુવકે કિશોરી પર બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન અજાણ્યા યુવકે ફોન કરીને બોલાવેલો અન્ય શખ્સ પણ આવી ગયો હતો અને તેણે કિશોરી પાસે ૧૦ હજાર રુપિયાની માંગણી કરી હતી. નહિ તો તમારો ભાંડો ફોડી નાંખીશ તેમ જણાવી ધાકધમકીઓ આપી હતી. ત્યારબાદ રાજુ ભલા પરમાર કિશોરીને મોટરસાયકલ પર બેસાડીને ગામમાં ઉતારીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ વિધવા મહિલા ઘરે પરત આવતા તેઓએ પોતાની દિકરીને અસ્વસ્થ જાઈ તેણીએ પોતાની સાથે થયેલા દુષ્કર્મની ઘટના જણાવી હતી. ત્યારબાદ આ બનાવ અંગે વિધવા મહિલાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રાજુભાઈ ભલાભાઈ પરમાર અને બે અજાણ્યા શખ્સ સહિત ત્રણ જણા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button