આણંદ

સોખડા પાસેથી પશુને ક્રુરતાપુર્વક ટેમ્પોમાં ભરી કતલખાને લઈ જતા ઝડપાયો

આણંદ, તા. ૧૪
ખંભાત તાલુકાના સોખડા ગામ પાસે વીરપુરા ગામ તરફ જવાના વળાંક પાસે છોટાહાથી ટેમ્પોમાં પશુને ભરીને ક્રુરતાપુર્વક કતલખાને લઈ જતા શખ્સને ખંભાત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી પશુ ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો અનુસાર ખંભાત ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે એક છોટાહાથી ટેમ્પોમાં પશુને ક્રુરતાપુર્વક ભરી કતલખાને લઈ જવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે સોખડા ગામના જીઈબીથી વીરપુરા જવાના વળાંક પાસે વોચ ગોઠવી અને બાતમી મુજબ વીરપુરા તરફથી ટેમ્પો આવતા પોલીસે તેણે આંતરી ટેમ્પોની તલાસી લેતા ટેમ્પોના પાછળના ભાગે પશુને ટુંકા દોરડાથી અત્યંત ક્રુરતાપુર્વક બાંધી તેમજ ટેમ્પોમાં રેતી, માટી, ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા કરી હતી. જેથી પોલીસે ટેમ્પોના ચાલક જાવેદહુસેન મહમંદહુસેન શેખ રહે. કોર્ટ સામે ખંભાત વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી ટેમ્પો અને પશુ સાથે ૮૭૫૦૦ રુા.નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button