આણંદ

આણંદની પરણિતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારતા સાસરીયા

આણંદ, તા. ૧૪
આણંદ શહેરમાં ઈસ્માઈલનગર પાસે કોહીનુર સોસાયટીમાં રહેતી પરણિતા પર તેણીના પતિ સાસુ સસરા અને નણંદોએ શારીરિક માનસિક ત્રાસ ગુજારી મારઝુડ કર્યાની ફરિયાદ આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ છે. મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં ઈસ્માઈલનગર પાસે કોહીનુર સોસાયટીમાં રહેતા રીદ્ધી ઉર્ફે રુહીનના લગ્ન આજથી આઠ વર્ષ પુર્વે જૈનુલઆબેદીન મહમંદહુસેન સુમરા સાથે થયા હતા. અને આ લગ્નજીવનથી તેઓને હાલમાં એક દિકરી છે. લગ્ન બાદ ચાર માસ સુખરુપ વિત્યા બાદ પતિ તેમજ સાસુ અને નણંદો ભેગા મળી રીદ્ધી ઉર્ફે રુહીનને હેરાન કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા પરંતુ રીદ્ધી ઉર્ફે રુહીન પોતાનું ઘર સંસાર બગડે નહી અને દિકરીના ભવિષ્યને લઈને તેઓ મુંગામોંઢે ત્રાસ સહન કરતા હતા તેમજ મારઝુડ કરતા હતા. અવાર નવાર પતિ, સાસુ અને નણંદો ભેગા મળી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હોય પતિ અને સાસરીયાના અસહ્ય ત્રાસને લઈને રીદ્ધી ઉર્ફે રુહીન પોતાના પિયરમાં ડભોઉ ગામે ચાલ્યા ગયા હતા. અને ત્યારબાદ તેઓએ આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રીદ્ધી ઉર્ફે રુહીન જૈનુલઆબેદીનની ફરિયાદના આધારે જૈનુલઆબેદીન મહમંદહુસેન સુમરા, મહેમુના મહમંદહુસેન સુમરા બંને રહે. ઈસ્માઈલનગર કોહીનુર સોસાયટી આણંદ, રેહાનાબેન અબ્દુલરઉફ શેખ રહે. ખંભાત, તરન્નુમ મહેબુબ સૈયદ રહે. હાડગુડ, શબનમ આરીફભાઈ શેખ, તબસુમ્મ અલ્તાફભાઈ શેખ બંને રહે. વીસનગર જી. મહેસાણા વિરુદ્ધ ઈપીકો કલમ ૩૨૩, ૪૯૮(અ), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button