આણંદ જિલ્લાના નાના વેચાણકારોના ફળ-શાકભાજીનો બગાડ અટકાવવા વિના મૂલ્યે છત્રી-શેડ કવર પૂરા પાડવામાં આવશે

આણંદ, તા. ૧૪
ફળ-શાકભાજીનો થતો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી / શેડ કવર પૂરા પાડવા અમલી બનાવેલી યોજના અંતર્ગત નાના વેપારીઓને છત્રી / શેડ આપવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. રોડની સાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજી કે ફૂલપાકોનું વેચાણ કરતા લારીધારક ફેરીયાઓને બાગાયત ખાતા દ્વારા વિના મૂલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત કુટુંબ દીઠ પુખ્તવયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ ૈ- ારીઙ્ઘેં પોર્ટલ પર તા.૧૨-૦૭-૨૦૨૦થી તા.૧૫-૦૮-૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ તે અરજીની નકલ તથા રેશન કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ અને જે તે સેજાના ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો સહિતના જરૂરી સાધનિક પુરાવાઓ સાથેની અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૪૨૭-૪૨૯, ચોથો માળ, જિલ્લા સેવા સદન આણંદ ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા ૧૦ દિવસમાં મોકલી આપવાની રહેશે જે બાદ તેઓની એરજીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકએ એક યાદી દ્વારા જણાવ્યું છે.