આણંદ

ખંભાતના વૃંદાવન સોસાયટીમાંથી વિદેશી દારૂની ચાર બોટલો સાથે એક ઝડપાયો

આણંદ, તા. ૧૬
ખંભાત શહેરમાં આંબાખાડ રોડ ઉપર વૃંદાવન સોસાયટીમાં ખંભાત સીટી પોલીસે મળેલી બાતમીના આધારે છાપો મારી વિદેશી દારુની ચાર બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડી તેની વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ગનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો અનુસાર ખંભાત શહેરના આંબાખાડ રોડ ઉપર વૃંદાવન સોસાયટીમાં રહેતો ઉજ્જવલભાઈ સુનીલભાઈ રાણા પોતાના ઘરમાં વિદેશી દારુનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ખંભાત સીટી પોલીસે છાપો મારી ઉજ્જવલભાઈ સુનીલભાઈ રાણાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારુની કિં.રુા. ૪૦૦ ની ઝડપી પાડી તેની પુછપરછ કરતા તે આ વિદેશી દારુની બોટલો સાંકરદા ગામના જીગો નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે વિદેશી દારુની ચાર બોટલો, એક મોબાઈલ ફોન મળી કુલ ૨૯૦૦ રુા.નો મુદ્દામાલ કબ્જે કરી આ બનાવ અંગે ખંભાત સીટી પોલીસે ઉજ્જવલ અને જીગો સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી
હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button