નવી દિલ્હી

હિમાચલ,ઉત્તરાખંડ સહિતના રાજ્યો એલર્ટ ભારે વરસાદની ચેતવણી જારી

અતિ ભારે વરસાદની ચેતવણી જારી થયા બાદ તંત્ર સજ્જ

નવી દિલ્હી,તા. ૨૦
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને લઇને ચેતવણી જારી કરવામાં આવી છે. હાલમાં કેટલાક રાજ્યોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહ્યો છે. મોનસુનની સિઝન શરૂ થયા બાદ કેટલાક રાજ્યોમાં વધારે વરસાદ થયો છે. ઉત્તરાખંડ સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. આઇએમડીના ડિરેક્ટર મનમોહનસિંહે કહ્યુ છે કે હિમાચલપ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યુ છે કે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે.
હાલમાં ઓરિસ્સા પાસે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી અને ઓરિસ્સાની નજીક છે. જે દેશના પશ્ચિમી વિસ્તારમાં ગતિ કરનાર છે. મધ્ય ભારતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધનાર છે. આવતીકાલે ૨૦મી જુલાઇ સુધી ગુજરાત સુધી પહોંચીને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જમીનના લેવલથી આવીને લો પ્રેશર બનશે. રાજ્યમાં ભારે વરસાદ ખેંચી લાવશે. સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામ્યુ હોય તેવો માહોલ સર્જાયો છે.
હાલમાં વરસાદના કારણે ગરમીથી રાહત થઇ રહી છે. બીજી બાજુ આંકડા પર નજર કરવામાં આવે તો ૨૦મી જુલાઇ સુધી ગુજરાતમાં ૫૭.૩૭ લાખ હેક્ટર ખરીફ પાકનુ વાવેતર થયુ છે. ગુજરાતમાં વરસાદના આંકડા શકે છે.
દિલ્હીમાં ભારે વરસાદ હજુ થઇ શકે છે. કેટલાક રાજ્યોમાં હજુ અપેક્ષા કરતા ઓછો વરસાદ રહ્યો છે. જેમાં ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. જાે કે હવામાન વિભાગના કહેવા મુજબ મોનસુન વધારે સક્રિય થનાર છે. ખેડુત સમુદાયને રાહત થશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button