આણંદ

વલ્લભ વિદ્યાનગરમાં શહીદ ભગતસિંહ ઓલ ઈન્ડીયા યુથ કાઉન્સીલ દ્વારા ગરીબ કન્યાઓને હેર ઓઈલ વિતરણ કરાયું

આણંદ, તા. ૨૫
વલ્લભ વિદ્યાનગર ખાતે શહીદ ભગતસિંહ ઓલ ઈન્ડીયા યુથ કાઉન્સીલ દ્વારા ગરીબ પરિવારની કન્યાઓને હેર ઓઈલ વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉન બાદ કોરોનાની મહામારી વચ્ચે ગરીબ પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ગરીબ કન્યાઓ માથામાં તેલ નાંખી પોષક દ્રવ્ય મેળવી શકે તેવા આશ્રય સાથે શહીદ ભગતસિંહ ઓલ ઈન્ડીયા યુથ કાઉન્સીલ દ્વારા ૨૦૦૦ થી વધુ હેર ઓઈલની બોટલોનું વિતરણ કર્યું હતું. શહીદ ભગતસિંહ ઓલ ઈન્ડીયા યુથ કાઉન્સીલના રાષ્ટ્રીય અધ્યક્ષ અલ્પેશ પુરોહિત તેમજ એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી ચેતના રોય અને શીતલ મીસ્ત્રી સહિત કાર્યકરોએ સ્લમ વિસ્તારમાં જઈને આત્મસેવક અભિયાન અંતર્ગત સેવાકાર્ય હાથ ધરી સ્વામીનારાયણ મંદિર વડતાલ તરફથી મળેલી ૨૦૦૦ થી વધુ માથામાં નાંખવાની હેર એન્ડ કેર બદામ તેલની બોટલોનું ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારની કન્યાઓમાં વિતરણ કર્યું હતું. આ અંગે આત્મસેવક ચેતના રોયે કહ્યું હતું કે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો આર્થિક અને માનસિક મુશ્કેલી તથા તનાવ અનુભવી રહ્યા છે. ત્યારે ભગતસિંહ ઓલ ઈન્ડીયા યુથ કાઉન્સીલના કાર્યકરો આત્મસેવક બનીને ગરીબ અને મધ્યમ વર્ગની પડખે રહી સેવાકાર્ય કરી રહ્યા છે. જે અંતર્ગત આજે હેર ઓઈલનું વિતરણ કરાયું છે. વલ્લભ વિદ્યાનગરના હરીઓમનગર મહીવાસ તાપીવાસ સહિત વિવિધ વિસ્તારોમાં જઈને ચેતના રોય અને શીતલ મીસ્ત્રી દ્વારા આજે માથામાં નાંખવાના હેર એન્ડ કેર તેલની ૨૦૦૦ થી વધુ બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારની કન્યાઓના ચહેરા પર અનોખી ખુશી ઝળકી ઉઠી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button