આણંદ

હૂફ યોજના હેઠળ રોટરી વિદ્યાનગર દ્વારા સગર્ભા મહિલાઓને પૌષ્ટિક સામગ્રીનું વિતરણ

આણંદ, તા. ૨૭
રોટરી ક્લબ ઓફ વલ્લભ વિદ્યાનગરના સભ્યો દ્વારા અજન્મા બાળકોના સર્વાંગી વિકાસ માટે રોટરી ડી. ૩૦૬૦ની માર્ગદર્શિકા મુજબ, ‘હુંફ’ યોજના હેઠળ, જીલ્લાની સગર્ભા મહિલાઓને સારસા ખાતેના કોમ્યુનીટી હેલ્થ સેન્ટર પર પૌષ્ટિક ખાદ્ય સામગ્રી અર્પણ કરવામાં આવેલ હતી. ગત તા. ૨૨ જુલાઈ મમતા દિવસ તરીકે ઉજવાય છે જેના ભાગરૂપે રાજ્ય સરકારના પ્રકલ્પ ‘તપોવન’ હેઠળ નોંધાયેલ મહિલાઓને આ સામગ્રી કલબના પ્રમુખ ભાસ્કર ભટ્ટ, મંત્રી વિશાલ ચુડાસમા, ભૂ.પ્રમુખ રવીન્દ્ર ખેતાણી, રો. ધર્મેશ લીંબાસીયા તથા રો. ડો. રાજેન્દ્ર પટેલ દ્વારા કલબના સર્વે સભ્યો વતી શુભેચ્છા સાથે આપવામાં આવેલ હતી. આવનાર પેઢીના શારીરિક વિકાસ સાથે સંકળાયેલ આ પ્રવૃત્તિ સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહે તે માટેના સંકલ્પની જાહેરાત કલબના સભ્યો દ્વારા કરવામાં આવેલ હતી. કાર્યક્રમમાં સારસા કોમ્યુનીટી હેલ્થ સેન્ટરના ચીફ ડો. વિન્સેન્ટ મેકવાન તથા શ્રીમતી ચૈતાલી ત્રિવેદી હાજર રહી ભાવિ પેઢીના ઉત્કર્ષની આવી નિસ્વાર્થ કામગીરીને બિરદાવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button