નવી દિલ્હી

૧ વર્ષથી નાના બાળકોના મોત મામલે ગુજરાત દેશના સૌથી ખરાબ પાંચ રાજ્યોમાંથી એક

અમદાવાદ, તા. ૩૦
એક વર્ષથી નાની ઉંમરના બાળકોના મૃત્યુદર મામલે ગુજરાત દેશના સૌથી ખરાબ પાંચ રાજ્યોમાંથી એક છે. ગુજરાતમાં ૧ વર્ષથી નાની ઉંમરના બાળકોનો મૃત્યુદર (છજીડ્ઢઇ-છખ્તી જીॅીષ્ઠૈકૈષ્ઠ ઙ્ઘીટ્ઠંર ટ્ઠિંી) ૪૧ છે, જે માત્ર છત્તીસગઢ (૪૮), રાજસ્થાન (૫૧), મધ્ય પ્રદેશ (૫૬) અને ઉત્તર પ્રદેશ (૬૮)થી ઓછો છે.સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ ૨૦૧૮ના સ્ટેટિકલ રિપોર્ટમાં સામે આવ્યું કે ગુજરાતનો છજીડ્ઢઇ નેશનલ એવરેજ ૩૭.૫ કરતા પણ વધારે છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, ગુજરાતમાં છજીડ્ઢઇ બાળકોમાં ૪૪ની સામે બાળકીઓમાં ૩૯ છે. છજીડ્ઢઇનો આ આંકડો શહેરોમાં ૨૭નો છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ૫૨નો છે.
છડ્ઢજીઇની કોઈ ચોક્કસ વયજૂથમાં થયેલા મૃત્યુનો આંકડો દર્શાવે છે. વર્ષના મધ્યમાં તે વયજૂથના વ્યક્તિઓની સંખ્યા અને કુલ મૃત્યુના આંકડા બાદ પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ થયેલા મૃત્યુનો આંકડો (છજીડ્ઢઇ) મળે છે.૧ વર્ષની નાની ઉંમરના બાળકોના વયજૂથમાં છજીડ્ઢઇ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ૫૨ છે, જે દેશમાં ચોથા ક્રમનો સૌથી ખરાબ છે. છત્તીસગઢના ગ્રામીણ વિસ્તારોમાં છજીડ્ઢઇ ૫૦ છે.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના સીનિયર અધિકારીએ જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાઓ હજુ સારી સ્થિતિમાં નથી, આથી બાળકોને સારવાર મળવામાં સમય લાગે છે. જ્યાં સુધીમાં બાળકને સિવિલ હોસ્પિટલ અથવા અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. તેમણે કહ્યું, કેટલાક ગામોમાં લોકો ડોક્ટર્સ કરતા ભૂવાઓ પાસે જાય છે

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button