નવી દિલ્હી

હાલમાં રાજા મૌલી આરઆરઆર નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે બાહુબલી ડાયરેક્ટરને પણ કોરોનાએ ઝડપ્યા,પરિવાર સાથે હોમ ક્વોરેન્ટાઇન

મુંબઈ, તા. ૩૦
બાહુબલી ફિલ્મ જેણે ડાયરેક્ટ કરી હોય તે પોતે પણ બાહુબલીથી કમ ન હોય તે સ્વાભાવિક છે પણ વાઇરસે કોઈ ભેદ રાખ્યા નથી. પ્રભાસ અભિનિત આ ફિલ્મના ડાયરેક્ટર એસ એસ રાજામૌલી અને તેમના પરિવારનો કોવિડ-૧૯ રિપોર્ટ પાૅઝિટીવ આવ્યો હોવાથી તેઓ હાલમાં પોતાના ઘરે જ ક્વોરેન્ટાઈન થયા છે.
ડાયરેક્ટરે એક ટિ્‌વટ દ્વારા આ વાત જાહેર કરી હતી. તેમણે જણાવ્યા અનુસાર પહેલાં તેમના પરિવારને સહેજ તાવની અસર વર્તાતી હતી અને પછી તપાસ કરાવતાં તમામનો રિપોર્ટ પાૅઝિટીવ આવ્યો અને તેઓ ડાૅક્ટરની સલાહ અનુસાર હાલમાં ઘરે જ ક્વોરેન્ટાઇન થયા છે.
તેમણે બાદમાં પોતે સ્વસ્થતા અનુભવ છે અને બધી જ સાવચેતી રાખી રહ્યા છે તેમ પણ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે તેઓ એન્ટિબાૅડિઝ વિકસે તેની રાહમાં છે જેથી તેઓ પોતાના પ્લાઝ્‌મા પણ ડોનેટ કરી શકે.રાજા મૌલી ઇઇઇ નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે જેમાં એન્ટી રામ રાવ જુનિયર મુખ્ય અભિનેતા છે તથા સાથે બાૅલીવુડ એક્ટર અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ જાેવા મળશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button