ભુવેલ ગામની સીમમાં બળીયાદેવ મંદિર નજીક જુગાર રમતા છ ઝડપાયા

આણંદ, તા. ૩૧
ખંભાત તાલુકાના ભુવેલ ગામની સીમમાં બળિયાદેવ મંદિર નજીક જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે છાપો મારી પાનાપત્તાનો જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા અને ૨૫૫૮૦ રુા.ની રોકડ રકમ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગતો અનુસાર ભુવેલ ગામે બળીયાદેવ મંદિર નજીક જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે છાપો મારી જાહેરમાં પાનાપત્તાનો હારજીતનો જુગાર રમતા સતીષભાઈ ગલાભાઈ રાવળ, અંબાલાલ ભીખાભાઈ રાવળ, અરુણભાઈ કાશીભાઈ રાઠોડ, ગલાભાઈ ખોડાભાઈ રાવળ રહે. ભુવેલ તા. ખંભાત, નટુભાઈ અમરસિંહ ગોહીલ, નટુભાઈ ભાઈલાલભાઈ સોલંકી બંને રહે. ઉંદેલ સહિત છ જણાને રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા અને ૨૫૫૮૦ રુા.ની રોકડ રકમ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.