નવી દિલ્હી

સોમવારે મોડી રાતથી ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતી મુંબઇમાં ભારે વરસાદ ખાબક્યો

દાદર,હિન્દ માતા સહિત અનેક વિસ્તાર પાણીમાં ઃ લોકો મુશ્કેલીમાં મુકાયા

નવી દીલહી,તા.૪
દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી બની ગઇ છે. નીચાણવાળા તમામ વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. લોઅર પારેલ, દાદર, હિન્દ માતા કિગ્સ સર્કલ, સાયન સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. હાઇ ટાઇડની ચેતવણી પણ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. દરિયામાં ઉંચી લહેરો ઉઠી શકે છે. સોમવારે મોડી રાત્રે વરસાદની શરૂઆત થયા બાદ આજે મંગળવારના દિવસે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. સવારમાં મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી રહી હતી. હવામાન વિભાગે ચેતવમી આપતા કહ્યુ છે કે હજુ ચોથી અને પાંચમી ઓગષ્ટના દિવસે પણ મુંબઇમાં ભારે વરસાદ જારી રહેનાર છે. આવતીકાલ સુધી તંત્ર દ્વારા રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મુંબઇ ઉપરાંત પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગે અંદાજ મુક્યો છે કે ૪-૫ ઓગષ્ટના દિવસે ભારે વરસાદ થનાર છે. થાણે વેસ્ટમાં જુદા જુદા વિસ્તારમાં સવનારે જળબંબાકારની સ્થિતી રહી હતી. કાંદિવલીમાં પણ પાણી ભરાઇ ગયા છે. સમગ્ર રાત્રી ગાળા દરમિયાન થયેલા વરસાદના કારણે મલાડમાં પાણી પાણીની સ્થિતી સર્જાઇ છે. ભારે વરસાદના કારણે જાેગેશ્વરીમાં વેસ્ટર્ન હાઇવે પર પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોનસુનની ધીમી ગતિથી શરૂઆત થયા બાદ હવે હવે ભારે વરસાદ થઇ રહ્યો છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો આજે જળબંબાકાર બની ગયા હતા.હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઇ અને આસપાસના વિસ્તારો તેમજ મહરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ બીએમસી દ્વારા કોઇ પણ ઘટનાથી બચવા માટે લોકોને મેનહોલ ન ખોલવા માટે સુચના આપી છે.વેસ્ટર્ન રેલવેના ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. લોકલ ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જાેઇ રહેલા લોકોને વરસાદના કારણે મોટી રાહત થઇ છે. જાે કે પાણી ભરાઇ જવાના કારણે તકલીફ પણ આવી રહી છે. અંધેરી અને સાયનમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે. જે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઇ હતી તેમાં તમામ ભરચક રહેતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૩૬ કલાક સુધી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને મુંબઈ, થાણે, રત્નાગીરી અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની ચેતવણી બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે. સાથે સાથે દરેક વોર્ડ માટે એક ટિ્‌વટર હેન્ડલ બનાવવામાં આવ્યું છે જેના પર પોતાના વિસ્તારની સમસ્યાઓને રજૂ કરી શકાશે. મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી ચુકી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button