આણંદ

મહોળેલ ગામ નજીકથી શાકભાજીની આડમાં ટેમ્પોમાંથી ૫.૭૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

આણંદ, તા. ૮
ખેડા જીલ્લાના મહોળેલ ગામ નજીક બળીયાદેવ મંદિર પાસેથી શાકભાજીની આડમાં આઈશર ટેમ્પોમાં લઈ જવાતો ૫.૭૧ લાખનો વિદેશી દારુનો જથ્થો ગત રાત્રીના પોણા અગીયાર વાગ્યાના સુમારે નડિયાદની ડીવીઝન સ્ક્વોર્ડે ઝડપી પાડી આઈશર ટેમ્પો સાથે ૮,૭૧,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પોના ચાલક વિરુદ્ધ ચકલાસી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગતો અનુસાર નડિયાદ ડીવીઝન સ્ક્વોર્ડને બાતમી મળી હતી કે મહોળેલ ગામ નજીક બળીયાદેવ મંદિર પાસે એક આઈશર ટેમ્પો પાર્ક કરેલો છે અને તેમાં ઈંગ્લીશ દારુ ભર્યો હોવાનો જણાય છે. જે બાતમીના આધારે નડિયાદ ડીવીઝન સ્ક્વોર્ડના પીએસઆઈ ડી. કે. કટારા સહિતના સ્ટાફે તપાસ કરતા મહોળેલ ગામ નજીક બળીયાદેવ મંદિર પાસે એક આઈશર ટેમ્પો પાર્ક કરેલો હતો અને ટેમ્પોનો ચાલક શ્રવણ માંગુસિંહ ચૌહાણ ટેમ્પોનો આગળનું એન્જીનનું બોનેટ ખોલી સમારકામ કરી રહ્યો હતો. ત્યારે પોલીસે ત્યાં જઈ ટેમ્પોમાં શું ભરેલું છે તે અંગે પુછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહી. જેથી પોલીસે ટેમ્પોને નડિયાદની ડીવાયએસપી કચેરીમાં લાવી ટેમ્પોની પાછળ બાંધેલી તાડપત્રી ખોલી તપાસ કરતા તેમાં દુધી, કાકડીની શાકભાજીની બેગો ભરેલી હતી અને શાકભાજીનો જથ્થો બગડી ગયો હોય દુર્ગંધ મારતો હતો. જેથી શાકભાજીની બેગો હટાવી નીચે તપાસ કરતા વિદેશી દારુની જુદા જુદા માર્કાની બોટલો મળી આવી હતી. જેમાં વિદેશી દારુની કુલ ૨૦૬૪ બોટલો કિં.રુા. ૫,૭૧,૫૦૦ ની મળી આવતા પોલીસે ટેમ્પો ચાલક પાસેથી એક મોબાઈલ ફોન તેમજ ટેમ્પો અને વિદેશી દારુનો જથ્થો મળી ૮,૭૧,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલક શ્રવણ માંગુસિંહ ચૌહાણ રહે. કોઠડા કુક્ષી તા. કુક્ષી જી. ધાર મધ્યપ્રદેશની વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ચકલાસી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી
હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button