આણંદ

વલાસણ ગામની ભરડાવાળી સીમમાં જુગાર રમતા ૪ ઝડપાયા

આણંદ, તા. ૮
આણંદ તાલુકાના વલાસણ ગામની ભરડાવાળી સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે છાપો મારી પાનાપત્તાનો જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગતો અનુસાર એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે વલાસણ ગામે ભરડાવાળી સીમમાં છાપો મારી જાહેરમાં પાનાપત્તાનો જુગાર રમતા જીતેન્દ્રભાઈ ચીમનભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ આશાભાઈ ચૌહાણ, આરીફભાઈ ગનીભાઈ વ્હોરા, સુરેશભાઈ રામસિંહભાઈ મરીડા સહિત ચાર જણને રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા અને ૬૨૧૦ રુા.ની રોકડ રકમ કબ્જે કરી આ બનાવ અંગે એલસીબી પોલીસે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button