આણંદ

પેટલાદમાં રાત્રીના મોડા સુધી પાન બીડીની દુકાન ખુલ્લી રાખનાર વેપારીની ધરપકડ

આણંદ, તા. ૧૭
પેટલાદ શહેરમાં કોરોના સંક્રમણને લઈને રાત્રીના ૮ વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખી શકાય નહી તે અંગેનું જાહેરનામુ અમલમાં હોવા છતાં શેરપુરા પેટ્રોલપંપ સામે જનતા આઈસ નામની પાન બીડીની દુકાન ખુલ્લી રાખનાર વેપારીની પેટલાદ ટાઉન પોલીસે ધરપકડ કરી તેની વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગતો અનુસાર પેટલાદ શહેરમાં કોરોના મહામારીને લઈને રાત્રીના ૮ વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખી શકાય નહી તે અંગેનું રાજ્ય સરકારનું જાહેરનામુ અમલમાં હોવા છતાં શેરપુરા પેટ્રોલ પંપ સામે ઈમરાનભાઈ ફકીરમહમંદ વ્હોરાએ પોતાની દુકાન રાત્રીના ૮-૩૦ વાગ્યા બાદ ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરતા ટાઉન પોલીસે ઈમરાનભાઈ ફકીરમહમંદ વ્હોરા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button