આણંદ

બોરસદ પંથકમાં અવિરત મેઘમહેર જારી : સતત ચાર દિવસથી વરસાદી માહોલ

રાસ પંથકમાં આવેલ ૯૦૦ વીઘાની ચારીમાં દોઢ ફૂટથી વધુ પાણી
બોરસદ તાલુકાના રાસ પાસે આવેલ ૯૦૦ વીઘાની ચારીમાં સતત વરસાદને પાણીનો ભરાવો થઇ ગયો છે ૯૦૦ વીઘાની ચારીમાંથી અંદાજિત ૫૦૦ વીઘા ચારીમાં દોઢ ફૂટથી વધુ પાણીનો ભરાવો થઇ ગયો છે અહીંયાથી પસાર થતા વરસાદી પાણીના નિકાલના કાંસને કાંસ વિભાગ દ્વારા સાફ કરવામાં આવેલ ના હોઈ પાણીનો નિકાલ થતો નથી જેને લઇ હાલ અહીંયા રોપણી કરવામાં આવેલ પાક બોડાણમાં ગયેલ છે દર વર્ષે કાંસ વિભાગ દ્વારા માત્ર કાગળ પર જ કામગીરી કરવાંમાં આવે છે જેને લઇ અહીંયા દર વર્ષે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ વર્ષે પણ કાંસ વિભાગની લાલીયાવડીને લઇ વરસાદી પાણી ભરાઈ ગયા છે.

આણંદ, તા. ૧૮
બોરસદ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી અવિરત મેઘમહેર ચાલુ છે જેને લઇ વાતાવરણ ઠંડુગાર થઇ ગયો છે જયારે અવિરત મેઘમહેરને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જો કે ક્યારેક ધીમીધારે તો ક્યારેક ઝપાટાભેર વરસાદને લઇ મોટાભાગ ના વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા હતા બોરસદ શહેર અને તાલુકામાં મંગળવારથી વરસાદી વાતાવરણ સર્જાયો હતો જેમાં બુધવારે આખો દિવસ અને રાત્રે વરસાદ ખાબક્યો હતો તેમજ ગુરુવારે આખો દિવસ ધીમીધારે વરસાદ પડ્યો હતો ગુરુવારે રાત્રીના સુમારે વરસાદે જોર પકડતા ધુંવાધાર બેટિંગ કરી હતી અને પુરી રાત સુધી એકધારો વરસાદ પડ્યો હતો જેને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં વાસદ ચોકડી,આણંદ ચોકડી, પાંચવડ, સિંગલાવ રોડ સહીતના વિસ્તારોમાં આવેલ સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા વાસદ ચોકડી પાસે આવેલ મહંમદી સોસાયટીમાં રાત્રીના સુમારે દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોએ આખી રાત પાણી ઊલેચ્યું હતું અને દહેશતમાં રાત્રી વિતાવી હતી આ વિસ્તારમાં બનેલ કોમ્પ્લેક્ષો અને સોસાયટીના બાંધકામ સમયે પાલિકા દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં ન આવતા વરસાદી પાણીના નિકાલની કાંસો પુરી દેવામાં આવેલ છે જેને લઇ સામાન્ય વરસાદમાં પણ સોસાયટીઓમાં પાણી ભરાઈ જતો હોય છે અને તેનું નિકાલ ના હોઈ સ્થાનિકોના જીવ તાળવે ચોંટી રહે છે એ જ રીતે વ્હોરા સોસાયટી,કૃષ્ણ નગર સોસાયટી,આણંદ ચોકડી સહીતના વિસ્તારોમાં પણ વરસાદી પાણીના કાંસને પુરી દેવામાં આવ્યા છે જેને લઇ પાણી ભરાવવાની સમસ્યા કાયમી બની રહી છે શુક્રવારે પણ સવારથી જ વરસાદી વાતાવરણ રહ્યું હતું અને લોકોને છેલ્લા ત્રણ દિવસથી ઘરની બહાર નીકળવા માટે ફરજીયાતપણે રેઇનકોટ કે છત્રી લેવી પડે છે જયારે વરસાદી વાતાવરણને લઇ બજારોમાં પણ લોકોની ચહલપહલ ઓછી જોવા મળી રહી છે વરસાદને લઇ મદીનાનગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા સ્થાનિક વાસણા પંચાયત દ્વારા મદીનાનગર પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવતા પાણી ભરાવવા સહીતની સમસ્યાએ માથું ઉચક્યું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button