નવી દિલ્હી

ગુજરાતી ફિલ્મોને મળતી સબસીડીમાં ચાર કરોડનું કૌભાંડ,હાઇકોર્ટમાં પિટીશન

ફિલ્મોને સબસીડી આપવાની ૨૦૧૬ની જૂની નીતિમાં આવતી ફિલ્મોને ૨૦૧૯ની નવી પ્રોત્સાહક નીતિમાંથી સબસીડી આપી હોવાનો આરોપ

નવી દીલ્હી,તા.૧૮
એક તરફ ગુજરાતી ફિલ્મોની સ્થિતિ કપરી બનતી જાય છે ત્યારે સરકાર જે સબસીડી આપે છે તેમાં પણ કૌભાંડ થઇ રહ્યાં છે. માનિતાને સબસીડી આપવાનું અને અન્યને ઠેંગો જેવી નીતિ સામે ફિલ્મના નિર્માતા ખુદ સરકારની સામે પડાં છે. ગુજરાતી ફિલ્મોને આપવામાં આવતી સબસીડીમાં ચાર કરોડ પિયાનું કૌભાંડ થયું હોવાની એક પિટીશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આવા દાવો ખુદ ગુજરાતી ફિલ્મ નિર્માતાએ કયેર્ા છે.
ગુજરાતી ફિલ્મો બનાવતા ફિલ્મ નિર્માતા મનોજ પટેલે એવો આરોપ મૂકયો છે કે ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડ બાબતે તપાસ શ કરવા અને સચોટ માહિતી બહાર લાવવા માટે તેમણે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. તેમનું કહેવું છે કે કોરોના સંક્રમણના સમયમાં ગુજરાતી ફિલ્મ ઉધોગ મરી પરવાયેર્ા છે અને બીજી તરફ આર્થિક મંદીનું જોર છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે.
તેમણે કહ્યું છે કે ગુજરાતી ફિલ્મોને રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ તરફથી સબસીડી આપવામાં આવતી હોય છે. આ વિભાગમાં કરવામાં આવેલી આરટીઆઇમાં ગુજરાતી ફિલ્મની ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ ૨૦૧૬ અને ૨૦૧૯માં અપાતી આર્થિક સહાયની રકમમાં છબરડો બહાર આવ્યો છે.તેમણે જણાવ્યું છે કે પ્રોત્સાહક નીતિ ૨૦૧૬ હેઠળ આવતી ૧૮ જેટલી ગુજરાતી ફિલ્મોને જૂની નીતિ પ્રમાણેની સબસીડી ચૂકવવાના બદલે નવી પ્રોત્સાહક નીતિ ૨૦૧૯ હેઠળ ચૂકવી દેવામાં આવી છે. જૂની નીતિની ફિલ્મોને નવી નીતિ પ્રમાણે સબસીડી ચૂકવી શકાય નહીં તેમ છતાં ચાર કરોડ પિયા જેટલી રકમ ચૂકવી દેવામાં આવી છે. આરટીઆઇમાં માગવામાં આવેલી માહિતી પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૯માં ૧૮ ફિલ્મોને સબસીડીના નાણાં ચૂકવાયા હતા પરંતુ આ ૧૮ ફિલ્મો ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮માં રિલીઝ થઇ ચૂકી હતી. રાજ્ય સરકારે નવી પ્રોત્સાહક નીતિ ૮મી માર્ચ ૨૦૧૯ના રોજ જાહેર કરી હતી અને તેનો અમલ કયેર્ા હતો. આ નીતિમાં ઉલ્લેખ છે કે નવી સબસીડી નીતિના ઠરાવ બહાર પાડાની તારીખ એટલે કે ૮મી માર્ચ ૨૦૧૯માં અમલી બનશે તેમ છતાં ૧૮ ફિલ્મોને સબસીડી મળી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button