આણંદ

ડાકોરના ઠાકોરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા, પ્રથમ દિવસે સખત ચેકીંગ સાથે દર્શનાર્થીઓને પ્રવેશ

આણંદ, તા. ૧૯
કોરોનાની મહામારીને લઈને રોગચાળો વકરે નહી તે માટે છેલ્લા ચાર માસથી ડાકોર મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે દર્શન બંધ કરવામાં આવ્યા હતા. જાેકે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આજથી પુનઃ શ્રદ્ધાળુઓ માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા છે. માત્ર સુરત જીલ્લાના દર્શનાર્થીઓ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દર્શન કરવા માટે આવનાર તમામ યાત્રીકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે અને આધારકાર્ડ લઈને આવવાનું રહેશે. જ્યારે ડાકોરના સ્થાનિક રહીશોને માત્ર આધારકાર્ડ બતાવીને દર્શન કરી શકશે. ડાકોર રણછોડજી મંદિરમાં આજે સવારથી સેનેટાઈઝીંગ કરવામાં આવ્યું હતું અને મંદિરમાં પ્રવેશતા શ્રદ્ધાળુઓ માટે પણ સેનેટાઝીંગની વ્યવસ્થા કરવામાં કરવામાં આવી હતી. તેમજ દર્શનાર્થે આવતા યાત્રીકો સોશ્યલ ડીસ્ટન્સ જાળવે તે માટે ગણતરીના યાત્રીકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હતો. પ્રવેશ આપતી વખતે મંદિરની બહાર ટેમ્પરેચર ગન દ્વારા માપવામાં આવતું હતું. ત્યારબાદ જ મંદિરમાં દર્શન માટે જવા દેવામાં આવતા હતા. જાેકે દસ વર્ષથી નાના બાળકો અને ૬૫ વર્ષથી મોટા વૃદ્ધોને મંદિરમાં દર્શન માટે ન આવવા અનુરોધ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે સવારે ૩૦૦ થી વધુ દર્શનાર્થીઓએ દર્શન કર્યા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button