આણંદ

જાખલા-ભગતપુરામાં હુમલા અંગે પોલીસે દોઢ માસ બાદ ગુનો નોંધ્યો

આણંદ, તા. ૨૦
ઉમરેઠ તાલુકાના જાખલા ગામે મસાણીમાતાના મંદિરમાં દર્શન કરવા ગયેલા ૭ શખ્સોને કોરોના સંક્રમણને લઈને મંદિરમાં પ્રવેશવાની ના પાડતા અને પુજાવિધિ પતી ગયા બાદ મંદિરમાં પ્રવેશ કરતા જણાવતા દસ શખ્સોએ યુવક પર હુમલો કરી ગડદાપાટુ અને લાકડીઓથી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે અંગે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં નહી આવતા યુવકે ગત ૧૫મી ઓગષ્ટથી પોલીસ મથક સામે આમરણાંત ઉપવાસનો પ્રારંભ કરતા પોલીસે અંતે આ બનાવમાં ૭ શખ્સો વિરુદ્ધ રાયોટીંગ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગતો અનુસાર જાખલા ગામે ભગતપુરામાં રહેતા વિજયભાઈ અર્જુનભાઈ ભોઈ ગત તા. ૫-૭-૨૦૨૦ ના રોજ સાંજના પાંચ વાગ્યાના સુમારે જાખલા ગામે મસાણીમાતાના મંદિરે બાધા કરવા માટે ગયા હતા. તે સમયે બુધાભાઈ ડાહ્યાભાઈ હરીજન સહિત સાત જણા મંદિરમાં પ્રવેશવા જવા જતા હોય મંદિરના પુજારી મેલાભાઈએ તેઓને કહ્યું હતું. હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ચાલતું હોય તમે મંદિરની બહાર ઉભા રહો. અને પુજા વિધિ પતી જાય ત્યારબાદ મંદિરમાં આવજાે અને તમને પ્રસાદ આપી અમે અમારા ઘરે જતા રહીશું. જેથી બુધાભાઈ હરીજન સહિત સાતેય જણાએ ઉશ્કેરાઈ જઈ જેમાં ગોવિંદભાઈ અને હસમુખભાઈ દારુ પીધેલી હાલતમાં હોય તેઓએ કહ્યું હતું કે આ લોકોને આપણા ફળિયામાં ઉઠાવી લાવો અને તેમની પર એટ્રોસીટીની ખોટી ફરિયાદ કરી તેઓની પાસેથી સમાધાનના ત્રણ થી ચાર લાખ રુપિયા વસુલ કરીશું તેમ કહી સાતેય જણાએ મંદિરના પુજારી મેલાભાઈ અને વિજયભાઈ ભોઈને ગડદાપાટુનો માર મારી તેમજ ધારીયાના બુટ્ઠા અને લાકડીઓ વડે માર મારી કપડા ફાડી નાખ્યા હતા. તેમજ બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી અને ૩૫૦૦ રુપિયા રોકડા તેમજ સોનાનો દોરો ઝપાઝપીમાં પડી ગયો હતો. જે અંગે વિજયભાઈ ભોઈએ જે તે સમયે ભાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નહી આવતા ગત તા. ૧૫મી ઓગષ્ટથી વિજયભાઈ અર્જુનભાઈ ભોઈ ભાલેજ પોલીસ મથકની બહાર આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા. જેને લઈને પોલીસે અંતે બળવંતભાઈ મફતભાઈ હરીજન, ભરતભાઈ જશુભાઈ હરીજન, વિજયભાઈ બુધાભાઈ હરીજન, કૌશીકભાઈ ગોવિંદભાઈ હરીજન, હસમુખભાઈ બુધાભાઈ હરીજન, ગોવિંદભાઈ ડાહ્યાભાઈ હરીજન, બુધાભાઈ ડાહ્યાભાઈ હરીજન વિરુદ્ધ ઈપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button