નવી દિલ્હી

જે લોકોનુ કામ બરોબર હોતુ નથી તેમના પર હમેંશા તલવાર રહે છે કોરોનાની વચ્ચે નોકરી પર સંકટ

અમદાવાદ,તા.૨૧
કોરોનાના આતંક વચ્ચે દેશભરમાં હાલમાં લોકડાઉનની સ્થિતી રહેલી છે. તમામ ઉદ્યોગ ધંધા પહેલાથી જ બંધ છે. બીજી બાજુ જે ચાલી રહ્યા છે તેમાં પણ મોટા ભાગે કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. કોરોનાના કારણે લોકોની હાલત ખરાબ છે. તમામ કારોબારીઓની હાલત પણ ખરાબ છે. તમામ કર્મચારીઓની નોકરી પર હવે ખતરો તોળાઇ રહ્યો છે. મોટી પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા પણ તેમના કર્મચારીઓના પગારમાં કાપની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં રિલાયન્સ, ઇન્ડીગો સહિતની તમામ મોટી કંપનીઓ સામેલ રહેલી છે. નોકરી કરતા તમામ કર્મચારીઓને નોકરી જવાની દહેશત સતાવતી રહી છે. આ જ કારણસર તેમની સામાજિક લાઇફ પર તેની સીધી અસર થાય છે. નોકરી કરતા લોકોને લઇને કેટલાક અભ્યાસ કરવામાં આવ્યા છે. કેટલાક સર્વે પણ કરવામાં આવ્યા છે. જેમાં કેટલીક નક્કર બાબત ઉભરીને સપાટી પર આવી છે. જ્યારે કંપની પોતાના વર્કફોર્સમાં ઘટાડો કરવાની શરૂઆત કરે છે ત્યારે સૌથી પહેલા એવા લોકોની પસંદગી કરે છે જે લોકોના આઉટપુટથી તે બિલકુલ સંતુષ્ટ નથી. ત્યારબાદ કંપનીઓ કેટલાક ચોક્કસ કારણથી પણ લોકોને નોકરીમાંથી કાઢે છે. આજના સમયમાં વ્યક્તિ સારી નોકરી કરવા માટે ઇચ્છુક હોય છે. સાથે સાથે કંપનીમાં લાંબા સમય સુધી રહેવા માટે ઇચ્છુક હોય છે. જેથી દરેક કર્મચારી કંપનીમાં સખત મહેનત કરે છે. સાથે સાથે પોતાને બેસ્ટ સાબિત કરવાના પ્રયાસ કરે છે. પરંતુ કેટલીક વખત સ્થિતી સાથ આપતી નથી. જેથી ંકંપની જુદા જુદા કારણોસર કર્મચારીઓમાં છટણી પ્રક્રિયા હાથ ધરે છે. એવા સમયમાં કર્મચારીને લાગે છે કે જાે તે કોઇ ખાસ તૈયારી કરી લેવામાં સફળ રહી હોત તો તેની નોકરી બચી ગઇ હોત. જાે તમને પણ આવુ લાગે છે તો અનિશ્ચિતના માહોલમાં આપની નોકરી પર પણ તલવાર લટકી રહીછે તો સમય રહેતા કેટલાક નક્કર પગલા ચોક્કસપણે લેવા જાેઇએ. જેથી નોકરી સુરક્ષિત રહી શકે છે. આપને આપની નોકરીને ટકાવી રાખવા માટે નવી કુશળતા પણ સિખવી જાેઇએ. કેટલાક કારણોસર નોકરી પર હમેંશા ખતરો રહે છે. નવી સ્કીલ નહી સિખવાની સ્થિતીમાં પણ ખતરો રહેછે. દરેક કંપની સ્પર્ધાના યુગમાં એકબીજાથી આગળ રહેવા પ્રયાસ કરે છે. કર્મચારીને પણ બીજાથી આગળ રહેવા માટે પોતાની કુશળતાને વધારીને તૈયારી કરવી પડે છે. જાે નોકરીના ગાળા દરમિયાન કોઇ નવી કુશળતા શિખતા નથી તો તમે મુશ્કેલીમાં આવી શકો છો. કર્મચારીને સમયની સાથે સાથે નવી કુશળતા ચોક્કસપણે શિખી લેવી જાેઇએ. હવે મૈસિવ ઓપન ઓનલાઇન કોર્સેસ મારફતે અપસ્કીલ સરળ બની ગઇ છે. આ ઓનલાઇન કોર્સ લાંબી રજા લીધા વગર સરળતાથી શિખી શકાય છે. જ્યારે સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ જાેઇન કરવામાં આવે ત્યારે બોસને આ અંગે ચોક્કસપણે માહિતી આપવી જાેઇએ. તમે કેટલીક એવી ચીજાે પણ શિખી શકો છો જે અન્ય વિભાગમાં કામ લાગે છે. જાે કર્મચારી કામને લઇને ઉદાસીનતા છે તો તે ખતરનાક છે. કામને લઇને ઝનુન રાખનાર લોકો જ ઓફિસમાં મોડી રાથ સુધી રોકાતા હોય છે. પરંતુ જાે તમે ગયા વર્ષની તુલનામાં ઓછુ કામ કરી રહ્યા છો તો તે ખતરનાક બની શકે છે. આપની પાસે વધારે કામ આવવાનો સંકેત એ છે કે કંપનીને આપની ક્ષમતામાં પૂર્ણ વિશ્વાસ છે. ઓછા કામનો મતલબ એ હોઇ શકે છે કે કંપનીને આપની જરૂર દેખાતી નથી. રિવોર્ડ મેળવી લેવા માટે કર્મચારીને સતત ગ્રોથ દર્શાવવાની જરૂર હોય છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button