Coronaનવી દિલ્હી

દેશી કોરોના રસીને લઇ ગુડ ન્યૂઝ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એ કહ્યું કયારે મળશે


જો બધું જ બરાબર રહ્યું તો ભારત આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરની રસી પ્રાપ્ત કરી લેશે. દેશમાં બનેલી અને ટ્રાયલમાંથી પસાર થઇ રહેલી બંને કોરોના રસી 2020ના અંત સુધીમાં ઉપલબ્ધ થઇ શકે છે. આ દાવો કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.હર્ષવર્ધનનો છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત બાયોટેકે બનાવેલી રસી Covaxin વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઇ શકે છે. તેમણે કહ્યું કે અમે 2021ના પહેલાં ત્રિમાસિકમાં રસી ઉપયોગ કરવા માટે તૈયાર થઇ શકીએ છીએ.

ભારતમાં ત્રણ રસી પર ચાલી રહ્યું છે કામ

હેલ્થ મિનિસ્ટરના મતે દુનિયાભરમાં વેકસીન ટ્રાયલને ફાસ્ટ-ટ્રેક કરાઇ રહ્યું છે. સ્વદેસી રસીનું ટ્રાયલ વર્ષના અંત સુધીમાં પૂરી થવાની આશા છે. તેમણે કહ્યું કે ત્યાં સુધીમાં આપણને ખબર પડી જશે કે આ રસી કેટલી અસરદાર છે. હર્ષવર્ધને કહ્યું કે સીરમ ઇન્સ્ટિયૂટ ઓફ ઇન્ડિયા પહેલાં જ ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીનું ઉત્પાદન કરી રહ્યું છે જેથી કરીને બજાર સુધી પહોંચવામાં સમય ઓછો કરી શકાય. તેમણે કહ્યું કે બાકી બંને રસીને બનાવાનો અને બજારમાં ઉતારવામાં કમ સે કમ વધુ એક મહિનાનો સમય લાગી શકે છે. તેમણે વર્ષના અંત સુધીમાં આ રસી ઉપલબ્ધ કરાવાની આશા વ્યકત કરી છે.

Advertisement

ત્રણેય રસીનું આ છે લેટેસ્ટ અપડેટ?

ઓક્સફર્ડ વેકસીન: સીરમ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે તેમણે ભારતમાં હ્યુમન ટ્રાયલ શરૂ કરી દીધું છે. અસ્ત્રાજેનેકાની આ રસી વર્ષના અંતમાં ઉપલબ્ધ થવાની આશા છે
કોવેક્સીન: હૈદ્રાબાદની ભારત બાયોટેકની આ વેક્સીનનું ટ્રાયલ પણ બે સપ્તાહ પહેલાં શરૂ થયું છે. આ વેક્સીન પણ વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ શકે છે
ઝાયકોવ-ડી: ઝાયડસ કેડિલા એ પણ માણસો પર વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી દીધું છે. થોડાંક મહિનાઓમાં ટ્રાયલ પૂરા થઇ શકે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button