આણંદ

ડભોઉ ગામે હોટલમાં જમવા ગયેલા દલિત યુવાનોનું અપમાન

આણંદ, તા. ૨૨
ડભોઉ ગામે રોહિતવાસમાં રહેતા વૈભવકુમાર ઈશ્વરભાઈ પ્રિયદર્શી તેમજ તેમનો પિતરાઈ ભાઈ વિશાલ અને કિશન સહિત ત્રણેય જણા ગામની પેટલી ચોકડી પાસે આવેલી જલારામ હોટલમાં જમવા ગયા હતા. અને મન્ચ્યુરીયન ડ્રાયનો ઓર્ડર આપતા વેઈટર મન્ચ્યુરીયન ડ્રાયના બદલે મન્ચ્યુરીયન રાઈસ લાવતા જેથી વૈભવે ઓર્ડર મુજબ મન્ચ્યુરીયન ડ્રાયની માંગણી કરતા હોટલનો માલિક સુરેશભાઈએ આવીને વૈભવને તેમની જાતિ વિશે અપશબ્દો ઉચ્ચારી તમારે મારી હોટલમાં આવવું નહી. તમે અમારી હોટલ અભડાવો છો અને તમે જમવા આવો છો એટલે અમારી કુળદેવી અભડાય છે. તેમજ તમારા લીધે બીજા ઉચ્ચ જ્ઞાતિના લોકો અમારી હોટલમાં જમવા આવતા નથી તેમ કહી ગાળો બોલી જાતિવાચક અપશબ્દો ઉચ્ચારી તેમજ સુરેશના ભાઈ જીજ્ઞેશે આવીને તમારે અમારી હોટલમાં જમવા આવવું નહી અને આવશો તો ટાંટીયા તોડી નાખીશું તેવી ધાકધમકીઓ આપતા આ બનાવ અંગે વૈભવકુમાર ઈશ્વરભાઈ પ્રિયદર્શીએ સોજીત્રા પોલીસ મથકે સુરેશભાઈ કનુભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ કનુભાઈ પટેલ બંને રહે. ડભોઉ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અનુસુચિત જાતિ અને અનુસુચુતિ જનજાતિ પ્રતિબંધ અધિનિયમ ૩(૧)(આર), ૩(એસ) અને ઈપીકો કલમ ૫૦૪, ૫૦૬(૧), ૧૦૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button