Bollywoodcricketમુંબઇ

અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના ઘરે પારણું બંધાશે, જાન્યુઆરી 2021માં પહેલા બાળકને આવકારશે

  • અનુષ્કા શર્મા છે ગર્ભવતી
  • વિરાટ અનુષ્કા બનશે માતા પિતા
  • બોલિવૂડ-ક્રિકેટનો અનોખો સંગમ

લૉકડાઉનમાં અનુષ્કા અને વિરાટે સાથે ખૂબ ક્વૉલીટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. કપલે સોશ્યલ મિડીયા પર તેમની તસવીરોથી નવા કપલ ગોલ ઉભા કર્યા હતા. અનુષ્કા કે વિરાટની પોસ્ટ જોઇને કોઇને પણ મન થાય કે આ પ્રકારની લવ અને મેરિડ લાઇફ એન્જોય કરવી જોઇએ. 

View this post on Instagram

And then, we were three! Arriving Jan 2021 ❤️🙏

Advertisement

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

લૉકડાઉનમાં અનુષ્કા વિરાટ સાથે મસ્તી કરી રહી હતી કે, એ કોહલી ચોકા માર ના કોહલી, એય કોહલી… તે વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. હવે વિરુષ્કા જ્યારે માતા પિતા બનવાના છે ત્યારે ફેન્સ, ફેમિલી અને ફ્રેન્ડ્સ શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. 

Advertisement

તમને જણાવી દઇએ કે અનુષ્કા શર્મા એક એક્ટ્રેસની સાથે સાથે પ્રોડ્યુસર પણ છે. તેના પ્રોડક્શન હાઉસમાં NH10, પરી, જેવી ફિલ્મો બની છે. બહુચર્ચિત વૅબ સિરીઝ પાતાળ લોક પણ અનુશ્કા શર્માએ જ પ્રોડ્યુસ કરી છે. હાલમાં જ આવેલી ફિલ્મ બુલબુલ પણ અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં જ બની છે. 

બીજી તરફ વિરાટ કોહલીએ પણ ક્રિકેટમાં કાઠુ કાઢ્યુ છે અને ભારતીય ક્રિકેટ ટીમને ઉંચાઇઓ સુધી પહોંચાડી છે. બંનેના લગ્ન 2017માં થયા હતા બાદથી તેઓએ સાથે માન્યાવરની એડમાં પણ કામ કર્યુ છે. 

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button