CoronacricketGamesIPLનવી દિલ્હી

ચેન્નઈ સુપરકિંગ્સ ટીમમાં કોરોનાનો પગપેસારો, ધોની સહિત સમગ્ર ટીમ ક્વોરન્ટાઈન

વી દિલ્હી: ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)ની ટીમને IPL-2020 શરૂ થયા પહેલા જ મોટો ફટકો પડ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)ના એક સભ્યનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. કોરોના સંક્રમિત આ સભ્યનું નામ જાહેર નથી કરવામાં આવ્યુ, પરંતુ આ સમગ્ર ટીમ માટે માઠા સમાચાર જરૂર છે.

ચેન્નઈ સુપરકિંગ્સને શુક્રવારે દુબઈમાં પ્રેક્ટિસ શરૂ કરવાની હતી, પરંતુ હવે સમગ્ર ટીમને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવી છે.

Advertisement

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ચેન્નઈ સુપરકિંગ્સના જે સભ્યને કોરોના થયો છે, તે ખેલાડી છે, સપોર્ટ સ્ટાફ છે કે પછી કોઈ અધિકારી? તે વાતની ચોક્કસ જાણકારી નથી મળી શકી. જો કે સુત્રો અનુસાર CSKના સભ્યને દુબઈ પહોંચ્યા બાદ કોરોના થયો છે. જેથી હવે ટીમનો ક્વોરન્ટાઈન પીરિયડ વધુ એક સપ્તાહ માટે લંબાવી દેવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button