About Us


ચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે.
હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.
માત્ર તમે આર્થિક રીતે કેટલા સદ્ધર છો ઍ જ જોવાય છે. સાહિત્યકાર કે સંગીતકાર, પત્રકાર પણ પોતાની ક્લા પ્રસ્તુત કરીને કેટલા પૈસા કમાય છે. ઍજ રીતે ઍને જોવામાં આવે છે જેઓ પોતાનાં નૌકરી કે ધંધામાં ખૂબ પરિક્ષ્મ કરી રહ્યા હોય, તે છતાં તેમને જો યોગ્ય પગાર ન મળતો હોય તો સવભાવિક રીતે કોઈ પૂછી બેસે છે કે આટલી મોંઘવારીમાં તમે આટલા ટૂંકા પગારમાં ધર કેવી રીતે ચલાવો છો? આટલી વિકટ અને જટિલ પરીસ્તિથી વચ્ચે આધુનિકતાના ધસમસતા પ્રવાહોમાં જો કોઈ ઍમ કહે કે સત્ય અને નિષ્ઠાથી ભયંકાર પરિક્ષ્મ કરી જીવન જીવી શકાય છે…
તો આ વાત જગતના લોકો માટે સોથી હાસ્યાસ્પદ થઈ પડે. તનતોડ મહેનત બાદ આવક- જાવકના બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી અનુભવાય તેવું બને પરન્તુ ટકી તો શકાય જ છે. અને સારી રીતે ગાડુ ગબડી જાય છે. આ બાબતનો હુ સાક્ષી છું. અમને જાહેરાત સ્વરૂપે સતત હુફ આપનારા અમારા જાહેર ખબર દાતાઑનો આભાર મારે અત્યારે માનવો જોઈયે. તેમના
તો આ વાત જગતના લોકો માટે સોથી હાસ્યાસ્પદ થઈ પડે. તનતોડ મહેનત બાદ આવક- જાવકના બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી અનુભવાય તેવું બને પરન્તુ ટકી તો શકાય જ છે. અને સારી રીતે ગાડુ ગબડી જાય છે. આ બાબતનો હુ સાક્ષી છું. અમને જાહેરાત સ્વરૂપે સતત હુફ આપનારા અમારા જાહેર ખબર દાતાઑનો આભાર મારે અત્યારે માનવો જોઈયે. તેમના કારણે જ અત્યારે અમે સફળતાના શિખરો સર કરી મંજિલ પાર કરી શક્યા છીઍ અને વાચકોના પ્રેમને પામી શક્યા છીઍ.
ચરોતરનો અવાજ દૈનિકે આજથી સાત વર્ષ પહેલા સાપ્તાહિક છાપાથી શરૂઆત કરી ધીમે ધીમે સફળતાના શીખરો પાર કરી કેટલીક કઠીન પરીસ્તિથીઓનો સામનો કરી વાચકોના પ્રેમ અને શુભકામનાઓ સાથે છેલ્લા ૩ વર્ષથી સતત ચરોતર વિસ્તારના પ્રશ્નોને વાચા
આપી વાચકોનું પ્રિય અખબાર બન્યું છે.
આજે આધુનિક યુગમાં લોકોનો સમય બચે અને ટેકનોલોજી યુગમાં આપને ઘરે કે ઓફિસે બેઠા બેઠા ચરોતરના તાજા સમાચાર અને બનતી ધટનાઓથી વાકેફ કરવા નવી પહેલ કરી આપને વે સાઇટ દ્વારા ચરોતરની નવાજુની જણાવવા ઍક નવીન સુવિધા ઉભી કરી રહ્યું છે. આ નવી પહેલમાં અમારા વાચકો અને હિતેછુઑને સહકાર વધુને વધુ મળતો રહેશે તેવી આશા સાથે………..